Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાનગર (જામનગર)ના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે
જામનગર તા. ૨૩: જામનગરના ૪૮૬ મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી દરમિયાન ઓપન જામનગર ટ્રેઝર હન્ટ સ્પર્ધાનું આયોજન કરાયું છે.
શ્રાવણ સુદ સાતમનો દિવસ જામનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આજથી ૪૮૬ વર્ષ પૂર્વે, ઈ.સ. ૧૫૪૦ (વિક્રમ સંવત ૧૫૯૬)ના શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિને, સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા નવાનગરની સ્થાપના થઈ હતી, જે આજે વિશ્વના નકશા પર ગૌરવભેર ઝળહળી રહૃાું છે. ગુજરાતભરમાં ભવ્ય ઇતિહાસ ધરાવતું આ જામનગર શહેર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક છે.
આ ઐતિહાસિક સ્થાપના દિવસની યાદગાર ઉજવણીના ભાગરૃપે, આગામી તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ ના ''ઓપન જામનગર ટ્રેઝર હન્ટ'' સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની ગૌરવશાળી વિરાસત અને સમુદાયની ઉર્જાને ઉજાગર કરવાનો છે. આ અનોખી પહેલ દ્વારા શહેરના નાગરિકો, ખાસ કરીને યુવાનોમાં એકતા, સાહસિકતા અને જામનગરના ભવ્ય ઇતિહાસ પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ એક રોમાંચક અને બૌદ્ધિક સ્પર્ધા છે જેમાં ભાગ લેનાર ટીમો શહેરના વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધુનિક સ્થળો પર આધારિત રસપ્રદ સંકેતો ઉકેલીને ખજાનો શોધશે. આ સ્પર્ધા જામનગરના સ્થાપના દિવસની ઉજવણીનો એક અનોખો ભાગ બની રહેશે, જે શહેરની સમૃદ્ધ વિરાસતને પ્રોત્સાહન આપવા ઉપરાંત યુવાનોમાં ટીમ વર્ક, ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા અને સ્થાનિક જ્ઞાનને પ્રોત્સાહિત કરશે.
આ સ્પર્ધાના ઉદૃેશ્યો જોઈએ તો જામનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને યુવા પેઢી સુધી પહોંચાડવો. શહેરના નાગરિકોમાં સમુદાયની ભાવના અને સાહસિકતાને પ્રોત્સાહન આપવું. સ્થાનિક પ્રવાસનને ઉત્તેજન આપવું અને જામનગરની વિશેષતાઓને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવી તેવા હેતુઓ છે.
આ સ્પર્ધામાં માત્ર ૧૦૦ ટીમો જ ભાગ લઈ શકશે, જેથી પ્રવેશ *વહેલા તે પહેલાના ધોરણે* રહેશે. યુવાનો, કુટુંબો અને વિદ્યાર્થીઓ સહિત તમામ શહેરીજનોને આ સ્પર્ધામાં ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે.
આ કાર્યક્રમ જામનગરના સ્થાપના દિવસની ઉજવણીને યાદગાર બનાવશે અને શહેરના નાગરિકોને એકબીજા સાથે જોડાવવાની અનોખી તક પૂરી પાડશે. સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઓનલાઈન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ૯૯૨૫૫ ૬૦૧૯૯ પર એન.એન.સી. લખી મોકલવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial