Advertisement
Author: નોબત સમાચાર

આગામી ર૦૦ વર્ષમાં પૃથ્વી પર ટકી રહેલું સસ્તન પ્રાણી કદાચ ગાય જ હશે!!

અમેરિકાના સંશોધક કો-ઓથર કેટ લિયોન્સનું અનુમાન

                                                                                                                                                                                                      

એક સંશોધન મુજબ જે રીતે હાથી, રીંછ સહિતના સસ્તન પ્રાણી લુપ્ત થઈ રહ્યા છે. તે જોતા આગામી ર૦૦ વર્ષમાં પૃથ્વી પર જોવા મળતા મોટા સસ્તન પ્રાણી ગાય હશે.

અમેરિકાની યુનિવર્સિટીના સંશોધન કો-ઓથર કેટ લિયોન્સ જણાવે છે કે, મોટા શરીરવાળા પ્રાણી વધુ નિર્બળ હોય છે. તેમનો શિકાર કરવો સહેલો હોય છે. આ બાબત માનવપતને ખબર પડી ત્યારથી આવા પ્રાણીનું પતન થવાની શરૂઆત થઈ. માનવયતિના જન્મ પહેલા એટલે કે ર લાખ વર્ષ પૂર્વે જન્મ થવો જોઈએ. એવું પણ અનુમાન છે કે, ક્લાઈમેટ ચેન્જથી પણ મેમલ (સસ્તન) નામશેષ થઈ ગયા છે. ડાયનોસોર જેવા વિકરાળ સ્વરૂપના સસ્તન પ્રાણીઓ હતાં. આજે સૌથી મોટું પ્રાણી હાથી છે.

દેશી ગાયનું દિવ્ય સ્વરૂપ

વિશ્વમાં ભારતખંડ એક માત્ર એવી ભૂમિ છે જ્યાં કુદરતે પીઠ પર ખૂંધવાળી પ૦ થી વધુ દેશી ગોવંશનું સર્જન કર્યું છે. આથી ભારતખંડ ગોભૂમિ છે. પીઠ પર ખૂંધવાળો ગોવંશ એશિયા અને આફ્રિકાન ખંડના દેશોમાં પણ છે. ઋષિઓએ વૈદિકકાળથી વર્તમાનકાળ સુધી ભારતીય ગોવંશ અને તેના દૂધ, દહીં, માખણ, ઘી, છાસ, ગોમૂત્ર, ગોબર અને તેની રાખ નિરંતર સંશધનો કરી એક પત્તે તારણો આવ્યા કે પીઠ પર ખૂંધવાળી ગાય, ભાંભરવાનો મધૂર અવાજ કરનારી છે, જેને અર્થવ વેદમાં 'રેવતી' કહેલ છે. ગાય પ્રેમ અને કરૂણાસભર આંખો અને સ્વભાવવાળી છે. ગાય પોતાના શરીરમાં સૂર્યકેતુ નાડીથી સૂર્યના એક કિરણ ગોકિરણને શરીરમાં ગ્રહણ કરીને લીવરમાં સુવર્ણરસ ઉત્પન્ન કરીને માનવને ઓજસ, તેજસ, બળ, વીર્ય, મન્યુ (ક્ષમતા) અને સહનશીલતા (આરોગ્ય) રૂપી છ ઈશ્વરીય શક્તિ આપનારી છે.

સમગ્ર પ્રજાએ સર્વસંમતિથી ગાયને આંગણાની કામઘેનુ અને માતા તરીકે સ્વીકાર કર્યો છે. ગાયમાં ૩૩ કોટિ પ્રકારના દેવતત્ત્વનો વાસ છે. ખૂંધવાળી ગાય દેવત્વ પીઠ ખૂંધવાળી ગાયમાં છે.

ઓર્ગેનિક દૂધ

મુંબઈના કફપરેડ જેવા ધનાઢય વિસ્તારમાં મોઈના ઓબેરોયે મોઝ કેફિટ નામનું બ્રાન્ડેડ મિલ્ક શરૂ કર્યું છે. આ દૂધ પીવાથી વજન ઓછું, પાચક, માટે ફાયદાકારક છે. નેશનલ ગોરમેટ ઈન્સ્ટિટ્યુટમાં ડિપ્લોમા કરનાર મોઈના ભારત આવીને નાસિક પાસે સંશોધન શરૂ કર્યું. મોઈનાએ 'કેફિટ' દૂધ બનાવવા પ૦ ટકા ઓર્ગેનિક મિલ્ક, પ૦ ટકા હોમોજનાઈઝ્ડ પેશ્વરાઈઝ્ડ દૂધ સાથે 'ડેની' નામક કલ્ચર સેમ્પલ ભેળવ્યું. ૧૬ કલાક એને ગરમીમાં રાખતા આ દૂધ બન્યું 'કેફિટ' દૂધ ચાર દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય તેવું છે. કેફિરમાં મધ, તાજા ફળોમાં ભેળવીએ તો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે. કેફિટ એ પીણું છે, જેને મિલ્ક ડ્રીંક્સ કહી શકાય.

દહીં

સૌરાષ્ટ્રમાં છાસ બારેમાસ પીવાય છે, જો કે દહીં બાબતે જબરદસ્ત ગેરમાન્યતા પ્રવર્તે છે. દૂધમાંથી ઘી બનતું હોવા છતાં લોકો ખાતા પહેલા વિચાર કરે છે, પણ દહીં ગરમીમાં ઠંડક આપનારૃં માનીને ભરપૂર માત્રામાં ખવાય છે, જે યોગ્યન નથી.

ગાયના દૂધનું દહીં સારૂ

ભેંસના દૂધના દહીં કરતા ગાયના દૂધનું દહીં ઓછું કફકર છે. પચવામાં સરળ છે અને હૃદયને બળ આપનારૂ છે. બકરીના દૂધનું દહીં સૌથી હલકુ અને ગુણકારી છે.

શ્રીખંડ કરતા છાશ સારી

દહીંમાંથી બનતો શ્રીખંડ તો દહીંથી યે વધુ ખરાબ છે. કફજન્ય છે. કોલસ્ટરોલ વધારીને રક્તવાહિનીઓમાં અડચણ વધારે છે, જેવું ઘણાં નિષ્ણાતો માને છે.

ક્યારે ખાવું અને ક્યારે નહીં

નિસર્ગ આયુર્વેદમ્ના વૈદ રાજેશ ઠક્કરના જણાવ્યા અનુસાર વસંત, ગ્રીસ્મ અને શરદ ઋતુમાં દહીંનું સેવન ન કરવાનું હેમંત, શિશિર અને વર્ષાઋતુમાં પણ ઓછી માત્રામાં દહીં લેવું જોઈએ. દહીં સાથે કેળા, દૂધ અને ગોળ ક્યારેય ન ખાવા, આપણે ત્યાં કહેવત છે કે, 'મૂળો, મોગરી અને દહીં, સાંજ પછી નહીં'

વધુ દાણ આપવાથી દૂધમાં ફેટનું પ્રમાણ વધે એ માન્યતા ખોટી છે

દૂધાળ ગાયને વધુ દાણ આપવાથી દૂધમાં ફેટનું પ્રમાણ વધે છે એ માન્યતા ખોટી છે. એમ વેટનરી કોલેજના વૈજ્ઞાનિકોનું કહેવું છે. હકીકતમાં વધુ પડતું દાણ ખવડાવવાથી દૂધમાં ચરબી (ફેટ) નું પ્રમાણ વધતું નથી, પણ તેનાથી ઉલટું દાણનો ખર્ચ વધે છે અને ફેટનું પ્રમાણ ઘટે છે. પશુના ખોરાકમાં સૂકા તથા લીલા ઘાસચારાનું પ્રમાણ ૧૭ ટકા હોવું જોઈએ.

દૂધનો વિવાદઃ જર્સી ગાય

ગુજરાતની ડેરીઓમાં દર વર્ષે ગાયનું સરેરાશ ૪૬૭.૩૭ કરોડ કિલો દૂધ એકત્ર થાય છે, જેમાં જર્સીગાય અને ગુજરાતની ગાયનું દૂધ અલગ રખાતું નથી. આ બન્નેના દૂધના મિશ્રણમાંથી ઘી, ચીઝ, માખણ બને છે. કુલ એકત્ર કરાતા દૂધમાંથી ર૩૦ કરોડ કિલો તો જર્સી ગાયનું હોય છે. ગુજરાતમાં મૂળ ગાય ૪૧,૮૯,૮૦૦ છે. એક ગાય રોજ ૪ કિલો દૂધ આપે છે. ગીર ઓલાદની ગાય જર્સી ગાય જેટલું જ દૂધ આપે છે. કુલ ર૩૭.૪૮ કરોડ કિલો દૂધ ભારતીય ગાય આપે છે અને તેને જર્સી ગાયના દૂધ સાથે ભેળવીને વેંચાય છે. ગુજરાતમાં ક્રોસ બીડ જર્સી ગાયની સંખ્યા ૧૭,૦૮,૪૦૦ છે.

ગીર ગાય બચાવો આંદોલન

ગીર ગાયનું દૂધ શ્રેષ્ઠ મનાય છે. ઉત્તર ગુજરાતની કાંકરેળુ ગાય બચાવવા આંદોલનો શરૂ થયા છે. ભેંસ ૮૯,૦૦,૦૦૦ છે, જે ૪.૮૬ કિલો દૂધ આપે છે. બકરી ૪૩,૮૦,૦૦૦ છે જે ૦.૪૩ કિલો દૂધ આપે છે. આમ રપ.૯૪ કરોડ કિલો દૂધ મળે છે.

ડેરીઓમાં બનતી વસ્તુમાં ક્રીમ ૧.૦૧, ચીઝ ર૪.૩૧, ઘી ૬૮૪.૯૭, મખણ ૧૧૬૭.૪૭, મીલ્ક પાઉડર ૩૯૭.૬૦, આઈસ્ક્રીમ ૮૧પ.૧પ, પનીર ૧૧૬.૭૩, છાસ ૧ર.૬ર, દહીં ૯.૬૬, ફ્લેવર્ડ મિલ્ક ૧૧૦.૬પ કરોડ કિલો છે.

જર્સી ગાયનું દૂધની

વધુ ખપત અમદાવાદમાં

જર્સી ગાય મોટેભાગે ઉત્તર ગુજરાતમાં છે. ઉત્તર ગુજરાતનું મોટાભાગનું દૂધ અમદાવાદ ગટગટાવી જાય છે, પણ લોકોને ખબર નથી કે તેઓ જર્સી ગાયનું દૂધ પીવે છે.

કુરિયનની ક્રાંતિ કે અધોગતિ?

સ્વ. કુરિયનને શ્વેતક્રાંતિ કરવી હતી. આ માટે તેણે વધુ દૂધ આપતી જર્સી ગાય અને ભેંસને પસંદ કરી. ભેંસ માત્ર એશિયામાં જ જોવા મળે છે. વિશ્વમાં બીજે ક્યાંય ભેંસ નથી. તેથી એવો સવાલ પણ ઊઠ્યો હતો કે આ ક્રાંતિ હતી કે અધોગતિ?

સંકલનઃ જિતેન્દ્ર ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh