Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૩૧ માર્ચ, મંગળવાર અને ચૈત્ર સુદ તેરસનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી પ્રસન્નતા  જણાય. નવી મિલન-મુલાકાત થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  પરદેશના કામ થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી  જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૮

 

Cancer (કર્ક: ડ-હ)

કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યાવસાયિક કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ  આવતા રાહત રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ,  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

ઘર-પરિવારની ચિંતાના લીધે કામ કાજ માં મન લાગે નહીં. જમીન-મકાન-વાહનના કામમાં  ઉતાવળ કરવી નહીં.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૯-૩

 

Libra (તુલા: ર-ત)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.  મિલન-મુલાકાતથી આનંદ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

મોસાળપક્ષ-સાસરીપક્ષના કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. સિઝનલ ધંધામાં  ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. અન્યનો સહકાર મળી રહેતા કામનો  ઉકેલ આવતો જાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૧

 

Capricorn (મકર: ખ-જ)

આપે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામમાં પ્રતિકૂળતા જણાય. વાહન ધીરે  ચલાવવું.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર ગામ જવાનું બને. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહેતા  આનંદ રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કામની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રોના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને.  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh