Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેતા નહીં, ગૌસેવક તરીકે રવિભાઈ બારાઈએ
દ્વારકા તા. ૧૩: આભમાંથી સૂર્યનારાયણ અગનગોળા ફેંકી રહ્યા છે અને માણસ પણ છાંયો શોધી રહ્યો છે, ત્યારે જગત મંદિરની છાયામાં આવેલી ૧૩૯ વર્ષ પુરાણી ઐતિહાસિક ગૌશાળામાં માનવતાની મહેંક ઊઠી હતી.
દ્વારકા શહેર ભાજપ મહામંત્રી રવિભાઈ બારાઈએ રાજનીતિના પગરખાં બહાર ઉતારી, ગૌશાળામાં ગૌ-ભક્ત તરીકે પ્રવેશ કરી ગૌમાતાના આત્માને ઠંડક પહોંચાડી હતી.
સામાન્ય રીતે યાત્રિકો લાડુ કે ઘાસચારો આપતા હોય છે, પરંતુ રવિભાઈએ ઉનાળાની આકરી લૂને ધ્યાને રાખી ગૌવંશ માટે લાલચટક અને ઠંડા તરબૂચ વહાલપૂર્વક ગૌમાતાઓને ખવડાવ્યા. ગૌેશાળાના ખૂણ-ખૂણે જ્યારે આ શીતળ પ્રસાદ વહેંચાયો ત્યારે મૂંગા જીવોના ચહેરા પરની તૃપ્તિ જોનારાઓના દિલ જીતી ગઈ.
રવિભાઈએ માત્ર દાન આપીને સંતોષ ન માન્યો, પણ ગાય-વાછરડાઓને પોતાના સંતાનની જેમ વ્હાલ કરી સાચી ગૌસેવા એ જ કૃષ્ણ સેવાનો મંત્ર સાર્થક કર્યો. ૧૩૯ વર્ષ જુની આ સંસ્થામાં સેવાનો આવો 'હટકે' અંદાજ દ્વારકાવસીઓમાં આવકારદાયક બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial