Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં નવ આતંકી અડ્ડા પર ભારતનો હુમલો

તૈયબાનું મુખ્ય મથક તબાહ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યુ છે. ભારતે પાકિસ્તાન અધિકળત કાશ્મીર લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયનો નાશ કર્યો છે. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતે બુધવારે સવારે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના અનેક વિસ્તારો પર મિસાઈલો ચલાવી હતી જેમાં એક બાળક સિહત ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા. ભારતે કહ્યુ કે તેણે આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા માળખાગત સુવિધાઓ પર હૂમલો કર્યો હતો. ભારતે કહ્યું કે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઠેકાણા મરકઝ-એ-તૈયબાને ઉડાવી દેવામાં આવ્યું છે. ગયા મહિને પહલગામ આતંકવાદી હૂમલા બાદ ભારતે આ કડક કાર્યવાહી કરી છે. ભારતે આ હૂમલો પી.ઓ.કે. ના મુરિદ કેમાં કર્યો છે.

ગયા મહિને ભારત-નિયંત્રીત કાશ્મીરમાં પ્રવાસીઓના હત્યાકાંડ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે અને હવે ભારતે કડક કાર્યવાહી કરી છે. ભારતે આતંકવાદી હૂમલાને સમર્થન આપવા માટે પાકિસ્તાન પર આરોપ લગ્વ્યો છે, જેને ઈસ્લામાબાદે ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે થયેલા ભારતીય હૂમલાઓની નિંદા કરતાં કહ્યું કે વિશ્વાસઘાત દુશ્મને પાકિસ્તનમાં પાંચ સ્થળોએ કાયરતાપૂર્ણ હૂમલા કર્યા છે અને તેમનો દેશ તેનો બદલો લેશે. શાહબાઝ શરીફે કહ્યું, ભારત દ્વારા લાદવામાં આવેલા આ યુદ્ધના કળત્યને પાકિસ્તાનને કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને ખરેખર કડક જવાબ આપવામાં આવી રહ્યો છે.

ભારતે પી.ઓ.કે.માં ૯ સ્થળોએ પાકિસ્તાની ઠેકાણાઓ પર હૂમલો કર્યો છે. ભારતે જે સ્થળો પર હૂમલો કર્યો છે તેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદ છે. જોકે, ભારતીય સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ હૂમલાઓ ફકત આતંકવાદીઓના ઠેકાણાઓ પર હતા અને પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને કંઈ નુકસાન થયું નથી. પરંતુ ભારતે આ હૂમલાને ૨૦૧૯ની સરખામણીમાં ઘણો ખતરનાક બનાવ્યો છે. ૨૦૧૯ની સરખામણીમાં હૂમલાઓનું પ્રમાણ ઘણું વધારે તિવ્ર છે. બીજી તરફ, પાકિસ્તાન તરફથી આવી રહેલા પ્રતિભાવમાં બે મસ્જિદોના વિનાશ અને ૮ નાગ્રિકોના મોતની વાત કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh