Advertisement
Author: નોબત સમાચાર

આરંભડામાં સીઝન સ્ટોર ધરાવતા વેપારીના ઘરમાંથી મળ્યો કિલો એક ગાંજો

વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાનું ખૂલ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ઓખામંડળના આરંભડામાં આવેલી એક સોસાયટી સ્થિત સીઝનલ સ્ટોર્સના સંચાલકના ઘરમાં ગઈરાત્રે મીઠાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી એક કિલો ગ્રામથી વધુ ગાંજો કબજે કર્યાે છે. આ શખ્સ સામે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડા ગામની સીમમાં જયઅંબે સોસાયટી સ્થિત એક મકાનમાં વેચાણ કરવા માટે ગાંજો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે રાત્રે ત્યાં આવેલા જીલભાઈ ભરતભાઈ રાયઠઠ્ઠા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આરંભડામાં સીઝનલ સ્ટોર ચલાવતા આ શખ્સના મકાનની પોલીસે તલાશી લેતા ત્યાંથી ૧૦૯૩ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. અંદાજે રૂ. ૧૦૯૩૦ની કિંમતના ગાંજાના જથ્થા તથા રૂ. ૧૦ હજારના મોબાઈલ સાથે જીલ ભરતભાઈની પોલીસે ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh