Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા ગામનો સ્ટ્રીટલાઈટનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાશેઃ ર૦૦ સોલાર સ્ટ્રીટલાઈટ નખાશે

બે બિનરાજકીય મુસ્લિમ આગેવાનોના દાન થકી

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૮: જોડિયા ગામનો વર્ષો જુનો સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન બે બિનરાજકીય મુસ્લિમ આગેવાનોના દાનથી ટૂંક સમયમાં હલ થઈ જશે.

બે દિવસમાં વર્ષોથી પંચાયતને ગ્રાન્ટના અભાવે પીજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવેલ છે. આથી સાંજ પછી આશરે પંદર હજારની વસતિ ધરાવતા જોડિયાના ગ્રામજનોને અને ખાસ કરીને આબાલ, વૃદ્ધો, મહિલાઓ સહિત સૌને તકલીફ પડતી હતી.

લોકોને પડતી આ હાલાકી દૂર કરવા માટે મૂળ જોડિયાના અને હાલ મુંબઈ સ્થાયી થયેલ બિનરાજકીય આગેવાનો જી.એન. ફાર્મવાળા હાજી ઈબ્રાહીમ હાજી જુસબ અને નાગપુરના હાજી અબુ બકર હાજી આમદ દ્વારા ૧૦૦-૧૦૦ મળી કુલ ર૦૦ સોલાર સ્ટ્રીટ લાઈટ નાખવા આયોજન કર્યું છે. સોલાર પાવરથી ચાલતી એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટથી આ સમસ્યા હલ થઈ જશે અને પાવરના બીલની પણ કોઈ સમસ્યા નહીં રહે.

આ આયોજનના પ્રસંગે ગામના અગ્રણીઓ, સરપંચ બાવલાભાઈ નોતિયાર, માજી સરપંચ અશોકભાઈ વર્મા, જોડિયા એપીએમસીના ચિરાગભાઈ વાંક, ભગુભાઈ વાંક, પંચાયત સભ્ય અકબરભાઈ પટેલ, ઈલ્યાસભાઈ, અસલમભાઈ પઠાણ, ફરીદભાઈ, પુનિતભાઈ ભટ્ટ વગેરે હાજર રહ્યા હતાં અને વતન પ્રત્યેના પ્રેમની આ બન્ને દાતાઓની સુંદર ભાવનાને બિરદાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh