Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોરણ ૧ થી કોલેજમાં અભ્યાસ કરતા
દ્વારકા તા. પઃ દ્વારકા લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારોહ યોજાશે. જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧પ જુલાઈ છે.
દ્વારકા લોહાણા સમાજના ધો. ૧ થી ૧ર તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સત્કાર સમારંભ કાર્યક્રમનું આગામી દિવસોમાં આયોજન થનાર છે. આ સત્કાર સમારોહમાં લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવશે.
જેના માટે ધો. ૧ થી ૮ મા ૭પ ટકા કે તેનાથી વધુ માર્કસ તથા ધો. ૯ થી ૧ર તેમજ કોલેજ માટે ૬પ ટકા તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓએ જ તેમના ફોર્મ ભરવાના રહેશે. આ માટેના ફોર્મ તા. ૧-૭-ર૦રપ થી તા. ૧૦-૭-ર૦રપ સુધી ગોકુલ ભુવન સિદ્ધનાથ રોડ, દ્વારકામાંથી મેળવી લેવા તેમજ ફોર્મ ભરીને પરત કરવાની અંતિમ તા. ૧પ-૭-ર૦રપ છે.
ફોર્મ સાથે પરિણામની ઝેરોક્ષ નકલ તથા આધાર કાર્ડ સામેલ રાખવું ફરજિયાત છે. મુદ્ત પૂરી થયે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેવું યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial