Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના ઉત્સવ માટે ખંભાળિયામાં મિટિંગ!
ખંભાળિયા તા. ૧૧: દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ યોજાશે. જેના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ખંભાળિયામાં બેઠક યોજાઈ હતી.
દ્વારકાધીશ મંદિર દ્વારકામાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના ઉપલક્ષમાં ફૂલડોલ ઉત્સવના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ખંભાળિયામાં બેઠક યોજાઈ હતી.
આ તકે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં પધારતા પદયાત્રિકો માટે હાઈ-વે પર માર્ગ સલામતી માટે સાઈન બોર્ડ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સી.સી. ટી.ટી. કેમેરાથી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવા તેમજ દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા, પદયાત્રીઓ માટે ખાદ્યપદાર્થોની ચકાસણી કરવી, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવી ઉપરાંત ગોમતી ઘાટ પર બેરીકેડીંગ તેમજ યત્રાળુઓની સુનિશ્ચિત કરવા સહિત બેટદ્વારકા તેમજ શિવરાજપુર અને નાગેશ્વર સહિતના પ્રવાસન સ્થળો પર દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખવા સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, જિલ્લા ગ્રામ એજન્સી નિયામક એચ.પી. જોષી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, વહીવટદાર અને નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર મનોજ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા, સાગર રાઠોડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial