Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચાવન એમએમની જાડાઈનો વાયર તૂટી પડ્યા પછી ચોરીઃ
જામનગર તા. ૨: જામનગરના વાલસુરા રોડ પર એક પેઢીની જેટીથી સીપી પ્લાન્ટ વચ્ચેના મીઠાના ક્યારામાં મૂકવામાં આવેલા સિમેનટના થાંભલાઓ વચ્ચેથી પપ એમએમની જાડાઈનો વાયર તૂટીને નીચે પડ્યા પછી તેમાંથી કોઈ શખ્સ રૂ।.૧૧ હજારનો વાયર કાપી ગયો છે.
જામનગરના બેડી નજીક વાલસુરા રોડ પર હાલાર સોલ્ટ એન્ડ કેમિકલ નામની પેઢીની જેટી તથા સીપી પ્લાન્ટની વચ્ચે મૂકવામાં આવેલા ઈલેકટ્રીક કેબલમાંથી રૂ।.૧૧ હજારના કેબલની ચોરી થયાની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં મૂળ બિહારના વતની બરૂણકુમાર પ્રાણમોહન ઠાકુરે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ હાલાર સોલ્ટની જેટી તથા સીપી પ્લાન્ટ વચ્ચે મીઠાના ક્યારામાં સાઈડમાં મૂકવામાં આવેલા થાંભલાઓમાં વીજળી પહોંચાડવા માટે ઈલેકટ્રીકનો એલ્યુમિનિયમનો ૧૨૦૦ ફૂટ કેબલ પાથરવામાં આવ્યો છે. જેમાંથી ૫૫ એમએમની જાડાઈનો કેબલ તૂટીને નીચે પડી ગયો હતો.
તે કેબલમાંથી અંદાજે રૂ।.૧૧ હજારની કિંમતનો કેબલ કોઈ શખ્સ કાપીને ગઈ તા.૧૯થી ગઈકાલ સુધીમાં ચોરી ગયો છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial