Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને બીજો ઝટકો
નવી દિલ્હી તા. ૮: પાકિસ્તાનમાં બીએલએ એટલે કે, બલોચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના સાથે લોહીની હોળી રમી હોય તેમ બલોચ લિબરેશન આર્મીએ બોલાનના માચ કુંડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પાકિસ્તાની સેનાના વાહન પર રિમોટ-કંટ્રોલ્ડ આઈઈડી વડે હુમલો કર્યો હતો જેમાં ૧૨ સૈનિકો હણાયા હતાં.
પાકિસ્તાનમાં, બીએલએ એટલે કે, બલોચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના સાથે લોહીની હોળી રમી છે. બલોચ લિબરેશન આર્મીએ બોલાનના માચ કુંડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પાકિસ્તાની સેનાના વાહન પર રિમોટ-કંટ્રોલ્ડ આઈઈડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાના ૧૨ સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાનને આ ફટકો એવા સમયે લાગ્યો છે, જ્યારે એક દિવસ પહેલા જ ભારતે મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાન અને પીઓકેમાં ૯ આતંકવાદી ઠેકાણાઓને ઉડાવી દીધા હતા. પાકિસ્તાન હજુ પણ ઓપરેશન સિંદૂરથી ભયમાં છે.
છેલ્લા કેટલાક સમયથી, બલૂચિસ્તાનની બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકી રહી છે. બલૂચિસ્તાનના બોલાન જિલ્લાના માચ કુંડ વિસ્તારમાં બલૂચ લિબરેશન આર્મી એ પાકિસ્તાન આર્મીના વાહન પર રિમોટ-કંટ્રોલ્ડ આઈઈડી હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૨ પાકિસ્તાની સૈનિકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
મળતી વિગતો મુજબ ૭ મે ૨૦૨૫ના જ્યારે પાકિસ્તાની સેનાનો કાફલો પેટ્રોલિંગ કરી રહૃાો હતો, ત્યારે શોરકંદ વિસ્તારમાં આ હુમલો થયો હતો, આ હુમલાની જવાબદારી બીએલએ એ લીધી છે. આ હુમલો બીએલએના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ સાથે, તેમાં સવાર તમામ સૈનિકો માર્યા ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial