Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ મહિલાના મકાનમાંથી મળી આવ્યો દેશી દારૃઃ
જામનગર તા. ૫ઃ જામનગરના વુલન મીલ વિસ્તારમાં આવેલા બાવરીવાસમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી મહિલા સંચાલિત દેશી દારૂની ત્રણ ભઠ્ઠી પકડી પાડી છે. ત્રણ મહિલાના મકાનમાંથી દારૂ મળી આવ્યો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક આવેલા ખુલ્લા ફાટક પાસે બાવરીવાસમાં ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દેશી દારૂ પકડવા માટે દરોડા પાડ્યા હતા. જેમાં આરતીબેન જેસરાજ ડાભીના ઝૂંપડામાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. ત્યાંથી તૈયાર દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે.
ત્યાં જ આવેલા વેજયંતી લક્ષ્મણભાઈ ડાભીના ઝૂંપડામાંથી પણ ભઠ્ઠી મળી આવી છે. તૈયાર દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. અમરબેન ગોપાલ કોળી ઉર્ફે અમરાવતીબેનના ઝૂંપડામાંથી ૬૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
ત્યાં જ આવેલા કોમલનગર પુલ નીચે ફાટક પાસેથી મનિષાબેન રાજુ વઢીયારના મકાનમાંથી નવ લીટર દેશી દારૂ સાંપડ્યો છે અને બાવરીવાસમાં લીલાબેન જયંતિ પરમારના મકાનમાંથી દસ લીટર દારૂ, અંધાશ્રમ નજીક દરબારના ડેલા પાસે પૂનમબેન હીરાચંદન કોળીના મકાનમાંથી અગિયાર લીટર દેશી દારૂ પોલીસે કબજે લીધો છે. તમામ મહિલાઓ દરોડા પહેલાં નાસી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial