Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રેંકડી-કેબિન કબજેઃ વીજપોલ પરના ગેરકાયદે ૪૦૦થી વધુ હોર્ડિંગ્સ ઉતારાયા

મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દરબારગઢથી બર્ધનચોક-માંડવી ટાવર સુધીના માર્ગ પરથી વાહનવ્યવહાર અને રાહદારીઓને અડચણરૂપ રેંકડી, કેબિન, પથારા, ટેબલ વગેરે દૂર કરવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

જામનગરના દરબારગઢ સર્કલ, બર્ધનચોક સહિતના વિસ્તારમાં પી.આઈ. એન.એ. ચાવડાની આગેવાનીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને અડધો ડઝનથી વધુ રેંકડી, કેબિનો વિગેરે કબજે કરી લઈ મહાનગર પાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા હતાં. મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ વિભાગની આ કાર્યવાહીને લઈને બર્ધનચોક વિસ્તારમાં થોડો સમય માટે ધંધાર્થીઓમાં દોડધામ થઈ હતી. આ ઉપરાંત જામનગરના રણજીતસાગર રોડ સહિતના અન્ય વિસ્તારોમાં મહાનગર પાલિકાના સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર કિયોસ્ક બોર્ડ વિગેરે મંજુરી વિના લગાવાયેલા હતાં તેને ઉતારવા માટેની પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે ૪૦૦ થી વધુ હોર્ડિંગ-કિયોસ્ક બોર્ડ ઉતારી લેવામાં આવ્યા હતાં અને જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh