Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લૈયારા પાસે સપ્તાહ પૂર્વે બાઈકને અન્ય પીકઅપ વાનની ટક્કરથી બે ઘવાયાઃ
જામનગર તા. ૯: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક ગઈકાલે સવારે સાડા છએક વાગ્યે જામનગરના દંપતીના સ્કૂટરને પાછળથી ધસી આવેલી બોલેરો પીકઅપ વાને ટક્કર મારતા જામનગરના પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્નીને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત સર્જી બોલેરોચાલક નાસી ગયો છે. આ દંપતી એક લગ્ન પ્રસંગમાં જઈ રહ્યું હતું. ત્યારે માર્ગમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. તે ઉપરાંત સપ્તાહ પૂર્વે લૈયારા પાસે એક બાઈકને મારૂતી સૂઝૂકી કંપનીની પીકઅપ વાને ટક્કર મારી અકસ્માત સર્જતા બે યુવાન ઘવાયા હતા.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડિકેટ સોસાયટીમાં વસવાટ કરતા દયાળજીભાઈ મકનભાઈ ચૌહાણ અને તેમના પત્ની ભગવતીબેન રવિવારે સવારે સાડા છએક વાગ્યે પોતાના ઘરેથી જીજે-૧૦-સીઆર ૯૬૪ નંબરના એક્ટિવા સ્કૂટર પર ધ્રોલમાં દયાળજીભાઈના સાઢુભાઈના ઘેર યોજાયેલા લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યા પછી આ દંપતી જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પહેલાં આવેલી અની હોટલ પાસે પહોંચ્યું હતું.
તેઓ જ્યારે હોટલ નજીક કટ પાસે પહોંચ્યા ત્યારે જ પાછળથી જીજે-૩૭-ટી ૯૨૯૪ નંબરની બોલેરો પીકઅપ વાન ફૂલસ્પીડમાં ધસી આવી હતી. તેના ચાલકે આગળ જતા એક્ટિવાને જબરદસ્ત ટક્કર મારતા રોડ પર દયાળજીભાઈ તથા ભગવતીબેન ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં દયાળજીભાઈનો જમણો પગ ગોઠણ પાસેથી કપાઈ ગયો હતો અને શરીરના અન્ય ભાગોમાં તેઓને ગંભીર ઈજા થઈ હતી.
આ પ્રૌઢનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પાછળ બેસેલા તેમના પત્ની ભગવતીબેનને માથામાં ગંભીર ઈજા થઈ છે. અકસ્માત સર્જી બોલેરોચાલક નાસી ગયો હતો. ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા બંનેની ટીમ ધસી આવી હતી. ઈજાગ્રસ્ત ભગવતીબેનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલત નાજૂક ગણાવાઈ રહી છે. મૃતકના પુત્ર કેતનભાઈ ચૌહાણે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ નજીક વધતા જતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવ મહેતાએ વર્ષ ૨૦૨૪થી અનેકાનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે અને આ માર્ગ પર રબ્બરના બમ્પ મૂકવા અને સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરાવવાની માગણી કરાઈ હોવા છતાં બે વર્ષ સુધી આ કાર્યવાહી થઈ નથી. ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં મોહનભાઈ ભીખાભાઈ પડાયા ગઈ તા.૧ના દિને બપોરે પોતાના મિત્ર હનીફભાઈ સાથે ધ્રોલથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર લૈયારા ગામથી આગળ આકાશવાણી કેન્દ્ર નજીકથી જીજે-૧૦-ડીજી ૪૫૯૦ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-ર૭-ટીજી ૬૭૦૧ નંબરની મારૂતી કંપનીની પીકઅપ વાન અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં મોહનભાઈને હાથમાં ફ્રેક્ચર થયું છે અને હનીફભાઈને ઈજા થઈ છે. ધ્રોલ પોલીસ મથકમાં પીકઅપ વાનના ચાલક સામે ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial