Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ર૭ નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન થઈ શકશેઃ
ખંભાળિયા તા. ૧૮: રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ-ર૦રપ યોજાશે, જેનું ઓફલાઈન રજિસ્ટ્રેશન તા. ર૭-૧૧-ર૦રપ સુધી કરવામાં આવશે.
સ્પે. ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક દિવ્યાંગતા, શારીરિક દિવ્યાંગતા, અંધજન, શ્રવણમંદ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા ભાઈઓ-બહેનો જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ આયોજીત થનાર સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. માનસિક દિવ્યાંગતામાં ૮ થી ૧પ વર્ષ, ૧૬ થી ર૧, રર થી ઉપર, શારીરિક દિવ્યાંગતામાં ૧૧ વર્ષ સુધી, ૧૬ થી ૩પ વર્ષ, ૩પ થી ઉપર, અંધજનમાં ૧૮ વર્ષથી નીચે, ૧૮ ઉપર, શ્રવણ મંદમાં ૧૬ વર્ષથી નીચે, ૧૬ ઉપર, ૪પ થી .પરના વયજુથ રહેશે તેમજ સેરેબ્રલ પાલ્સીમાં ઓપન એજ રહેશે.
સ્પે. ખેલમહાકુંભ-ર૦રપ માં ઓફલાઈન રજિસ્ટ્રેશન સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. સ્થળ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જી.વી.જે. સરકારી સ્કૂલ-ખંભાળિયામાં બનેસિંહ સિસોદિયા (૯પ૮૬૭ ૬૬૪૪પ), ચોખંડા રોડ, સતવારા સમાજની વાડી, સંગમ મોબાઈલ, ખંભાળિયામાં પી.એલ. નકુમ (૯પપ૮૧ રરર૯૧) અને સંગમ ચોપડા (૯૪ર૪૩ રપ૩૯૦), બી.આર.વી. ભવન, દ્વારકામાં વિજયભાઈ વારોતરિયા (૯૭ર૪ર ૩૪૪૦૦) અને કમલેશભાઈ વૈષણવ (૯ર૭પ૧ પ૬૧પર), બી.આર.સી. ભવન, ખંભાળિયામાં પી.એલ. નકુમ (૯પપ૮૧ રરર૯૧), બી.આર.સી. ભવન, કલ્યાણપુરમાં વિપુલભાઈ ઓઝા (૯૯૭૮૧ ૩૩પ૩૭), બી.આર.સી. ભવન, ભાણવડમાં નરેન્દ્રભાઈ પઉવા (૯૯૬૯૦ ૪૭ર૮ર) નો સંપર્ક કરી શકાશે. ચાલુ વર્ષે સર્ટિફિકેટના વેરીફિકેશન પછી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
સ્પે. ખેલમહાકુંભ-ર૦રપ માં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુમાં વધુ સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લેવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રએ અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial