Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા બે દિવસમાં તાપમાન ત્રણ ડીગ્રી ઘટ્યું:
જામનગર તા. રઃ જામનગરમાં વાદળોના આંટાફેરા યથાવત્ રહેતા ગત્ બે દિવસમાં તાપમાનમાં ત્રણ ડીગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો મહત્તમ તાપમાન અડધો ડીગ્રી ઘટીને ૩૧ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહી છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. નભમાં વાદળોની આવન-જાવન વધારે જોવા મળી રહી છે. જામનગરમાં પણ વાદળોના આંટાફેરા યથાવત્ રહેતા તેમજ ઝપાટાબંધરીતે ફૂંકાતા વાયરાઓના પગલે તાપમાનમાં ગત્ બે દિવસમાં ત્રણ ટકા ડીગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થઈ રહેલા ઘટાડાના કારણે ગરમીમાં પણ ઘટાડો થયો છે.
નગરમાં ગુરૂવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ર૩ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૭૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial