Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આદર્શ સ્મશાન (સોનાપુરી)માં
જામનગર તા. ૩: સમાજ સેવક મહાવીર દળ-જામનગર આદર્શ સ્મશાન-સોનાપુરી (સ્મશાન વ્યવસ્થા સમિતિ-જામનગર)માં અતિવૃષ્ટિના કારણે જર્જરિત થયેલ દિવાલનું પુનઃ નિર્માણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ દિવાલમાં વાલ્મીકી રામાયણના ચિત્રો અંકિત કરવા માટે દાતાઓના સહકારથી વાલ્મીકી રામાયણના ચિત્રોનું કાર્ય પરિપૂર્ણ થતા, ઉપસ્થિત દાતાઓ સર્વશ્રી અશોકભાઈ જોબનપુત્રા (ચેરમેન-નવાનગર કો.ઓ.બેંક લિ.), નીમુબેન મહેશભાઈ રામાણી પરિવાર, ધીરજલાલ ટી. બરછા પરિવાર, નીતિનભાઈ માડમ પરિવાર, જગદીશભાઈ પ્રાગજીભાઈ નંદા પરિવારના હસ્તે વાલ્મીકી રામાયણના ચિત્રોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, મંત્રી દર્શનભાઈ ઠક્કર, સહમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ અમરભાઈ ગોંદિયા, કારોબારી સભ્ય વિશ્વાસભાઈ ઠક્કર, સુધીરભાઈ રાઠોડ, વિવેકભાઈ રામાણી, તેજભાઈ ઠક્કર, નિમંત્રિત સદસ્ય રામભાઈ બરછા અને દિવ્યેશભાઈ દાવડા ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial