Advertisement
Author: નોબત સમાચાર

એક જ કોન્ટ્રાકટરને રૂપિયા બાર કરોડના કામોઃ ભ્રષ્ટાચારની આશંકાઃ કામો પૂર્ણ કરવામાં વિલંબ

ખંભાળીયા નગરપાલિકા દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૮: ખંભાળીયા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસ કામો માટે રૂ।. બાર કરોડના ખર્ચની મંજુરી મળી છે. આ તમામ કામો એક જ કોન્ટ્રાકટરને આપવામાં આવતા વિપક્ષોએ ભ્રષ્ટાચાર થયાની આશંકા સાથે માહિતી અધિકાર કાયદા હેઠળ વિગતો મંગાવવામા આવી છે.

એક જ કોન્ટ્રાક્ટરને રૂ।. બાર કરોડના કામો આપાતા એક જ કંપની દ્વારા કામ કરતા વાર લાગશે અને નિયત સમયમાં કામો થાય નહીં તેથી કામોના ટુકડા કરીને બાર કરોડના કામો બાવીસ કોન્ટ્રાકટરને અલગ-અલગ મંજુરી મેળવીને અપાય તો કામ ઝડપથી થાય, પરંતુ લાંબી પ્રક્રિયા કરવાની આળસ કે પછી અન્ય કોઈ કારણે એક જ મંજુરી પ્રક્રિયા કરીને એક જ કોન્ટ્રાકટરને આ કામો સોંપાયા છે.

બીજી બાજુ ખંભાળીયા નગરપાલિકામાં અનેક કોન્ટ્રાકટરો કામ એક કંપનીના નામે લે અને પછી પોતે કામ કરે અને પછી અનુકૂળતા ના આવે તો ટકાવારી લઈ ત્રીજા ચોથાને કામ આપી દે, આવું પણ બહુ થતું હોય, અગાઉના સમયમાં સમય મર્યાદામાં કામ ના કરતા નોટીસો મારેલ કંપનીઓ પણ આમાં મોટો ભાગ ભજવી ગયાનું પણ કહેવાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh