Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૦ નવેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાશેઃ
જામનગર તા. ૧૨: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-ર૦રપ ની સ્પર્ધાઓનો પ્રારંભ તા. ૭-૧૧-ર૦રપ થી શરૂ થયેલ છે. ચાલુ વર્ષે જામનગર જિલ્લાના ખેલાડીઓમાં અભુતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે.
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૭ રમતોની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા. ૭-૧૧-ર૦રપ ના શરૂ થયેલ છે, જેમાં ગ્રામ્ય જિલ્લાના કુલ ૧,૪૭,૮૦પ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવેલ છે. આ જ રીતે જામનગર શહેર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ કુલ ૭ રમતોની ઝોનકક્ષાની સ્પર્ધાઓ પણ તા. ૭-૧૧-ર૦રપ ના શરૂ થયેલ છે, જેમાં શહેરના કુલ ૭૮,૮પ૭ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવેલ છે. આમ જામનગર જિલ્લામાં કુંલ ર,ર૬,૬૬ર ખેલાડીઓએ ખેલમહાકુંભ-ર૦રપ માં રજિસ્ટ્રેશન કરાવેલ છે.
તા. ૭-૧૧-ર૦રપ થી તા. ૩૦-૧૧-ર૦રપ સુધી ખેલમહાકુંભ-ર૦રપ ની તાલુકાકક્ષા, ઝોનકક્ષા, જિલ્લાકક્ષા અને મહાનગર પાલિકા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં વિજેતા થનાર જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાના ખેલાડીઓ આગળ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જામનગરનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જાામનગર દ્વારા ખેલમહાકુંભ-ર૦રપ માં રજિસ્ટ્રેશન કરાવેલ તમામ ખેલાડીઓને તેમની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial