Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા શહેર કચરાના ઢગલા અને ગંદકીથી ખદબદી રહ્યું છેઃ લોકોમાં રોષ

ખંભાળિયા ન.પા.ના સફાઈ તંત્રની ઘોર નિષ્ક્રિયતા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૧: ખંભાળિયા પાલિકા વિસ્તારમાં હાલ ગંદા પાણીની સમસ્યાની ફરિયાદો વ્યાપક થઈ છે તથા કોંગ્રેસ દ્વારા રેલી-આવેદનપત્ર અપાયા છે, જ્યારે સફાઈ તંત્રની 'સફાઈ' કરવા પણ માગ ઊઠી છે. સાથે સમગ્ર શહેરના અનેક વિસ્તારોમાં કચરાના નિયમિત ઢગલા અને અનિયમિત સફાઈ ભારે ટીકાપાત્ર બની છે.

હાલ પાલિકાના સાત વોર્ડમાં વોર્ડદીઠ ૧પ થી ર૦ કર્મચારીઓ કામ કરતા હોવા છતાં અને વધારાના કર્મચારીઓ હોવા છતાં પણ કચરાના ઢગલા તથા દિવસો અને ક્યાંક ૧પ દિવસ સુધી કચરાના પડેલા ઢગલાથી રોગચાળાનું જોખમ પણ ઊભું થતું જાય છે.

પાલિકા પાસે સ્ટાફ છે, તે વધારાનો છે કેમ કે ડોર-ટુ-ડોર કચરો કલેક્શન તો કોન્ટ્રાક્ટર કરે છે, તો પાલિકા પાસે પોતાના ટ્રેક્ટર, ટીયર જેવા વાહનો છે. તાજેતરમાં નવા અન્ય વાહનો પણ આપેલા છે, ત્યારે પણ કચરાના વ્યાપક ઢગલા ભારે ટીકાપાત્ર બન્યા છે તથા આગામી સમયમાં ચૂંટણીઓ પાલિકાની આવે છે જ્યારે ગંદકી પણ મોટો રોલ મતોમાં ભજવે તો નવાઈ નહીં.

ડોર-ટુ-ડોર કચરાની ગાડીઓ પણ નિયમિત રીતે અનિયમિત તથા કેટલાક વિસ્તારોમાં એકાદ દિવસ ગાપચી મારવા છતાં સુપરવાઈઝર કંઈ ના કરતા હોવાની પણ ફરિયાદો વ્યાપક બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh