Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૮૫ દેશોમાંથી ૭૫મા સ્થાને સરકયું: ૫૬ દેશોમાં વિઝા ફ્રી
નવી દિલ્હી તા. ૧૩: શક્તિશાળી પાસપોર્ટના સંદર્ભે ભારતનો દબદબો વધ્યો છે અને હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં મોટી છલાંગ મારી છે. હવે ૫૬ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી થશે.
ભારતીય પાસપોર્ટ ધારકો માટે એક ગર્વ લેવા જેવા સમાચાર આવ્યા છે. વર્ષ ૨૦૨૬ના હેનલી પાસપોર્ટ ઈન્ડેકસમાં ભારતીય પાસપોર્ટના પ્રભુત્વમાં મોટો વધારો થયો છે. ભારત આ રેન્કિંગમાં ૧૦ સ્થાનનો કૂદકો લગાવીને મજબૂત સ્થિતિએ પહોંચ્યું છે. જેનો સીધો અર્થ એ થાય છે કે ભારતીયો માટે હવે વિદેશ પ્રવાસ વધુ સરળ બન્યો છે.
ભારત હવે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ૭૫મા સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે ભારતીય પાસપોર્ટ આ યાદીમાં ૮૫મા ક્રમે હતો. હવે ભારતીય નાગરિકો વિશ્વના ૫૬ દેશોમાં અગાઉથી વિઝા લીધા વગર (વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઈવલ) મુસાફરી કરી શકે છે. ભારતનો આ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેન્ક વર્ષ ૨૦૦૬માં ૭૧મો રહ્યો હતો. વિશ્વના ટોપ ૧૦ સૌથી શક્તિશાળી પાસપોર્ટ (૨૦૨૬)માં વિઝા-ફ્રી એન્ટ્રીના દેશોની સંખ્યાની દૃષ્ટિએ સિંગાપોર-૧૯૨(અંદાજીત), જાપાન અને દક્ષિણ કોરિયા-૧૮૭(અંદાજીત), સ્વીડન અને યુએઈ-૧૮૬ (અંદાજીત), ફ્રાન્સ, જર્મની, ઈટાલી સ્પેન, સ્વિત્ઝરલેન્ડ-૧૮૫ (અંદાજીત), ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, માલ્ટા, પોર્ટુગલ-૧૮૪ (અંદાજીત), ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ-૧૮૩ (અંદાજીત), યુ.કે., કેનેડા-૧૮૨ (અંદાજીત), બેલ્જિયમ, લકઝમબર્ગ, નોર્વે-૧૮૧ (અંદાજીત), ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ-૧૮૦ (અંદાજીત), યુએસએ-૧૭૯(અંદાજીત) નો સમાવેશ થાય છે.
ગ્લોબલ રેન્કિંગમાં ભારતની સ્થિતિ જોઈએ તો તાજેતરના સુધારા બાદ ભારતીય પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સગવડ મળશે. વર્ષ ૨૦૨૪મા ભારત ૮૦મા સ્થાને હતું અને ત્યારબાદ ૮૫મા ક્રમે સરકી ગયું હતું. પરંતુ ૨૦૨૬ના નવા આંકડા ભારત માટે ખૂબજ હકારાત્મક સંકેત આપી રહ્યા છે. હેનલી ઈન્ડેકસ એ આધારે રેન્કિંગ આપે છે કે જે તે દેશનો પાસપોર્ટ કેટલા ગંતવ્ય સ્થાનો પર વિઝા વિના પ્રવેશની મંજુરી આપે છે.
ઉલ્લેખનિય છે કે આ સિવાય ઓસ્ટ્રેલિયા, બ્રિટન (યુ.કે.), કેનેડા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો પણ તેમની વ્યાપક વૈશ્વિક પહોંચને કારણે ટોપ ૧૦મા સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ભારતીય પાસપોર્ટની મજબૂતીનો અર્થ એ છે કે હવે વધુ દેશો ભારતીય પ્રવાસીઓ માટે તેમના દરવાજા ખોલી રહ્યા છે. ૫૬ દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી અથવા વિઝા-ઓન-અરાઈવલ સુવિધા મળવાને કારણે બિઝનેસ ટ્રિપ્સ અને ટુરિઝમ બંનેને મોટો ફાયદો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial