Advertisement
Author: નોબત સમાચાર

બાલંભા શાખાની નવનિર્મિત ઈમારતનું એમ.ડી.ના હસ્તે લોકાર્પણઃ બેન્કની વિવિધ સિદ્ધિઓ વર્ણવાઈ

ચેરમેન જીતુભાઈ લાલની ઉપસ્થિતિમાં જિલ્લા સહકારી બેન્કની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લા સહકારી બેંકની બાલંભા શાખાની નવનિર્મિત ઈમારતનું બેંકના ચેરમેન જીતુભાઈ લાલની અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં બેંકના એમ.ડી. ધરમશીભાઈ ચનીયારાના હસ્તે લોકાર્પણ થયું હતું.

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં ઘણાં વર્ષોથી જિલ્લા સહકારી બેંકની શાખા આવેલી છે. થોડા વર્ષો પહેલાં આ બેંકનું બિલ્ડીંગ જર્જરીત થઈ ગયું હતું, જેના કારણે બેંકને અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં ફેરવવી પડી હતી. હાલમાં બેંકની જગ્યાએ નવું બિલ્ડીંગ બની જતાં તાજેતરમાં આ નવી સુવિધાપૂર્ણ ઈમારત ગ્રાહકો માટે જિલ્લા બેંકના ચેરમેન જીતુભાઈ લાલના નેજા હેઠળ બેંકના મેનેજીંગ ડાયરેકટર ધરમશીભાઈ ચનીયારાના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ અને જિલ્લા બેંકના ચેરમેન જીતુભાઈ લાલ દ્વારા બેંકના ભવિષ્યના આયોજન ટેકનોલોજી આધારીત નવિનીકરણ ડીજીટલ સેવાઓ અને તેમના કાર્યકાળ દરમ્યાન થયેલ થાપણ વૃદ્ધિ સહિત બેંક દ્વારા થયેલ તમામ સુવિધાઓ અને બેંક વધુને વધુ આર્થિક રીતે મજબુત બને તે અંગેના તેમના અથાગ પ્રયાસો વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતાં અને બાલંભા શાખાની ડિપોઝીટ વધારવા બદલ શાખાના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલ ' સહકાર સે સમૃદ્ધિ * ની વિવિધ અને સહકાર ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય સહકાર મંત્રી અમીતભાઈ શાહ તથા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજયના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પૂર્વ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ અને ઘી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લિ.ના ચેરમેન અજયભાઈ પટેલના સહયોગ દ્વારા આ જનસેવાના ભગીરથ કાર્યો માટે ગ્રામજનો અને સભાસદોને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ બેંક ચેરમેન તરીકે મારા હસ્તે આ બાલંભા શાખાની નવી ઈમારત ખુલ્લી મુકવાના બદલે આ પંથકના જ આગેવાન અને બેંકના એમ.ડી.ધરમશીભાઈ ચનિીયારાના હસ્તે ખુલ્લી મુકવામાં આવી રહી છે અને બેંકની તમામ સેવાઓ છેવાડાના ગામડાના ખેડુત સભાસદોને મળી રહે તે માટે બેંક દ્વારા ૪૦૦ જેટલા માઈક્રો એ.ટી.એમ.પણ આપવામાં આવેલ છે જેથી સભાસદોને બેંક સુધી આવવું ના પડે અને તમામ બેંકીગ સેવાઓ પોતાના ગામમાં જ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

બેંકની બાલંભા શાખામાં ૩૭ કરોડથી વધુની થાપણો સાથે રૂ।.૧૦ કરોડથી વધુનું ધિરાણ આપવામાં આવ્યું છે જે પૈકી ન્યુનતમ વ્યાજ દર હેઠળનું ધીરાણ ૫૧ ટકા છે અને આ શાખાનો ગત નાણાકીય વર્ષનો નફો ૯૨ લાખ થયો હતો.

આ તકે બેન્કના ડાયરેકટર જીવણભાઈ કુંભરવડીયા, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર, જોડીયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, સહકારી આગેવાનો જેઠાભાઈ અઘેરા, કિશોરભાઈ મઢવી, હાતીમભાઈ ત્રિવેદી, બાલંભા મંડળીના પ્રમુખ દિલીપભાઈ રામપરીયા, જામસર મંડળીના પ્રમુખ અમરશીભાઈ ગાંગાણી, શામપર અને માધાપર મંડળીના પ્રમુખ હસમુખભાઈ રાઠોડ અને ધ્રોલના અગ્રણી ધારાશાસ્ત્રી ભાવિનભાઈ અનડકટ તેમજ જોડીયા તાલુકાની મંડળીના પ્રમુખો, મંત્રીઓ સહિતના આગેવાનો અને બાલંભા શાખાના મેનેજર ભગીરથસિંહ જાડેજા અને બેંકના ઓફિસરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતાં, કાર્યક્રમની આભાર વિધિ બેંકના ચીફ.એક્ઝિક્યુટીવ ઓફીસર ડો.મૌનિલ હાથીએ કરી હતી તથા કાર્યક્રમનું સંચાલન બેંકના જનરલ મેનેજર અલ્પેશ મોલિયાએ કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh