Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ દાગીના, બે બાઈક, ચાર મોબાઈલ કબજે કરતી એલસીબીઃ
જામનગર તા. ૧૯ : ધ્રોલમાં નગરપાલિકા કચેરી સામે આવેલી સોનીની એક દુકાનમાં ગયા મંગળવારની રાત્રે સોના-ચાંદીના દાગીના મળી રૂ।.૧૭ લાખ પ૮ હજારની મત્તાની ચોરી થઈ હતી. તપાસમાં ધ્રોલ પોલીસ સાથે રહેલી એલસીબીએ જોડીયા રોડ પરથી બે બાઈકમાં ધ્રોલ તરફ આવતા ત્રણ શખ્સને પકડી પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ચોરાઉ દાગીના, ચાર મોબાઈલ, બે બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે.
જોડિયા તાલુકાના હડીયાણા ગામમાં રહેતા અને ધ્રોલમાં નગરપાલિકા કચેરી સામે સોની કામની તુલજા ભવાની જવેલર્સ નામની દુકાન ચલાવતા પ્રકાશભાઈ હેમતલાલ ભીંડી નામના આસામી ગયા મંગળવારે રાત્રે પોતાની દુકાન વધાવીને ઘેર ગયા પછી બુધવારે સવારે સાડા છએક વાગ્યે તેઓને જાણ થઈ હતી કે, તેમની દુકાનમાં ચોરી થઈ છે. જાણ થતાં જ ઉંચા શ્વાસે આ વેપારી દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ દુકાનમાં પાછળના ભાગમાં બાકોરૂ જોયું હતું. તે બાકોરામાંથી ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ દુકાનમાં રાખવામાં આવેલા શો-કેસ તથા તિજોરીમાંથી ચાંદીના ત્રણ કિલો વજનના દાગીના તથા તિજોરીમાંથી ૧પ તોલા વજનના સોનાના દાગીના ઉઠાવી લઈ કુલ રૂ।.૧૭ લાખ પ૮ હજારના દાગીનાની ઉઠાંતરી કરી હોવાનું ખૂલતા તેઓએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવતા કેટલાક શખ્સોની શંકાસ્પદ હિલચાલ નજરે ચઢી હતી. તપાસમાં ધ્રોલ પોલીસ સાથે એલસીબીને પણ જોડાઈ જવાનો એસપી ડો. સૈનીએ આદેશ કરતા એલસીબી ટૂકડી પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી તપાસમાં જોડાઈ હતી. જેમાં પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા એમ.વી. ભાટીયાના વડપણ હેઠળની બે ટીમ એક્ટિવ બની હતી.
તે દરમિયાન એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, કાસમ બ્લોચ, યુવરાજસિંહ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળેલી બાતમીના આધારે જોડીયાથી ધ્રોલ તરફ બાઈકમાં આવી રહેલા ત્રણ શખ્સને દબોચી લેવાયા હતા. જોડીયાના કેશીયા ગામના હિમત પાગરાભાઈ મહેડા, લખતર ગામના શૈલેષ નવલસિંગ મહેડા તથા પડધરીના રંગપુરના ટીનુ પાગળાભાઈ મહેડા નામના ત્રણ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરાતા આ શખ્સોએ ધ્રોલમાં ઉપરોક્ત ચોરી કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સો પાસેથી ૧૭૫ ગ્રામ વજનના સોનાના દાગીના તથા ૧૧ કિલો વજનના ચાંદીના જુદા જુદા દાગીના, ચાર મોબાઈલ, બે બાઈક મળી કુલ રૂ।.૨૬ લાખ ૯૬ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સોનો કબજો ધ્રોલ પોલીસને સોંપાતા ત્રણેય આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial