Advertisement
Author: નોબત સમાચાર

સાત વર્ષની બાળકી પર ઘાતકી દૂષ્કર્મ કરનાર હેવાનને ફાંસીની સજા

રાજકોટના કાનપરના શ્રમિક પરિવારની બાળકીને પીંખી ગૂપ્તાંગમાં સળિયો ઘુસાડયો હતોઃ પોલીસ એન્કાઉન્ટરમાં દબોચાયો હતો

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૮ઃ રાજકોટના આટકોટમાં ૭ વર્ષની બાળકી પર દૂષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન રાજકોટની સ્પેશ્યલ અદાલતે કર્યુ છે. આ ક્રુર ઘટનાએ ચકચાર જગાવી હતી. અને પોલીસ તથા અદાલતની ઝડપી કાર્યવાહીથી ચુકાદો આવ્યો છે.

રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ૧૧ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી, ઘરપકડ પછી ૩૪ દિવસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને હવે આજે કોર્ટે તેને ૪૫મા દિવસે ફાંસીની સજાનું એલાન કરી દીધું છે.

આ ઘટના બાદ તા.૦૮.૧૨.૨૦૨૫ના  આરોપી રેમસીંગ તેરસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના સાંજે ૫ વાગ્યા સુધી આરોપી રેમસીંગ તેરસીંગના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ ગુનામાં વપરાયેલા લોખંડના સળિયાને એકત્ર કરવા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને સાથે રાખીને પોલીસ ખેતરમાં તેમજ આરોપીના ઘરે પહોંચી હતી. જ્યાં ઘરમાં રાખેલા ધારિયા વડે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આરોપીને બંને પગે ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીના પગલે આરોપીએ કણસતા અવાજે કહૃાું હતું કે, 'મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.'

તપાસ કરનાર અધિકારીએ દુષ્કર્મ કેસની ગંભીરતાની નોંધ લઈ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો, મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવતા આરોપીની હાજરી કાનપર ગામમાં મળી આવી હતી. બનાવ સ્થળેથી લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો જેના પર બાળકીનું લોહી હતું તે પણ તપાસમાં પુરવાર થયું હતું. તે ઉપરાંત દુષ્કર્મના બનાવ સ્થળેથી માથાનો વાળ પણ મળી આવ્યો હતો જે આરોપી રેમસીંગ તેરસીંગનો હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે ઝીણવટભરી તપાસ કરી ઘટનાના ૧૧ દિવસમાં કોર્ટમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે બાદ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી તરફથી બચાવમાં અનેક વાતો ટાંકવામાં આવી હતી પણ જવાબમાં સરકાર તરફથી પણ મજબૂત પુરાવા સાથે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ૧૨ ડિસેમ્બરના ઘટનાના ૩૮ અને ઘરપકડના ૩૪ દિવસ પછી આરોપી રેમસીંગ તેરસીંગને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને આજે સ્પેશ્યલ કોર્ટના જજ વી.એ. રાણાએ સજાનું એલાન કરતાં તેને ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh