Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત સર્જી મીની ટ્રકચાલક પલાયનઃ
જામનગર તા. ૧૪: જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા ગામથી લોઠીયા ગામ વચ્ચે ગઈકાલે બપોરે એક ઈકો સાથે માલવાહક મીની ટ્રક ટકરાઈ પડતા ઈકોમાં જતા યુવાન તથા તેના માતા અને ભાભી ઘવાયા છે. અકસ્માતમાં ઈકો ગોથું મારી ગઈ હતી. અકસ્માત સર્જી પોતાનું વાહન છોડી મીની ટ્રકનો ચાલક નાસી ગયો છે. પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામથી લોઠીયા ગામ વચ્ચેના રોડ પર ગઈકાલે બપોરે દોઢેક વાગ્યે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના ઋષિકેશભાઈ મહેશભાઈ જોષી નામના યુવાન પોતાની ડીડી-૦૧-સી ૬૦૦૭ નંબરની ઈકો મોટરમાં માતા ગૌરીબેન (ઉ.વ.૫૦), ભાભી ક્રિષ્નાબેન સાથે પસાર થતાં હતા. આ વેળાએ સામેથી પુરઝડપે ધસી આવેલુ જીજે-૧૦-ટીવાય ૧૯૭૭ નંબરનું મીની ટ્રક જેવું માલવાહક વાહન ધડાકાભેર ટકરાઈ પડ્યું હતું. આ વાહનની ટક્કરથી ઈકો મોટર ગોથંુ મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઋષિકેશભાઈને કોણી તથા માથામાં ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના માતા ગૌરીબેનને હાથ તથા છાતીમાં અને ભાભી ક્રિષ્નાબેનને માથા તથા પગમાં ગંભીર ઈજા થઈ છે.
અકસ્માત સર્જી ૧૯૭૭ નંબરના વાહનનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો છે. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર ડી.વી. છૈયા તથા અન્ય પોલીસકર્મીઓ દોડી ગયા હતા. ઋષિકેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial