Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજાના વોરંટમાં જેલહવાલે થયેલા આરોપીના જામીન મંજૂર

ચેકની રકમના ૨૦ ટકા જમા કરાવવાનો આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના એક આસામીને રૂ।.૪ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યા પછી અપીલ કરાતા  ચેકની રકમના ૨૦ ટકા બે મહિનામાં જમા કરાવવા અદાલતનો આદેશ હતો. તે મુજબ ડિપોઝિટ જમા ન થતાં આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. તેણે ડિપોઝિટ જમા કરાવતા સેશન્સ કોર્ટે આરોપીને જેલમુક્ત કરવા આદેશ કર્યાે છે.

જામનગરના જયંતિલાલ દેવજીભાઈ ચોવટીયા નામના આસામીએ મિત્રતાના દાવે અનિરૂદ્ધસિંહ ગનુભા પાસેથી રૂ।.૪ લાખ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા અનિરૂદ્ધસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયંતિલાલ દેવજીભાઈ ચોવટીયાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ ત્રણ મહિનામાં વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો અથવા છ મહિનાની વધુ કેદનો હુકમ કર્યાે હતો. ઉપરોક્ત હુકમ સામે આરોપી જયંતિલાલ દેવજીભાઈએ સેશન્સ કોર્ટમાં બે વર્ષ પહેલાં અપીલ કરી હતી અને વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

તે વખતે અદાલતે રૂ।.૮૦ હજાર અદાલતમાં ૬૦ દિવસથી અંદર ડિપોઝિટ પેટે ભરી આપવા હુકમ થયો હતો. તે હુકમ મુજબ આરોપી જયંતિલાલે ૬૦ દિવસમાં ડિપોઝિટ જમા નહીં કરાવતા સેશન્સ કોર્ટે અપીલને સેટેસાઈડ કરી આરોપી સામે સીઆરપીસી ૧૭૦ હેઠળ વોરંટ કાઢ્યું હતું. તેની સામે ઝડપાઈ ગયેલા આરોપીને સજા ભોગવવા માટે જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. તે દરમિયાન આરોપીએ વચગાળાની રાહત મેળવવા ચેકની ડિપોઝિટની રકમ જમા કરાવતા અદાલતે સજાના વોરંટમાંથી આરોપીને જેલમુક્ત કરવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ પરબત મકવાણા, પૂનમ ચૌહાણ, ઉર્વીશા લીંબાસીયા, વિશાલ મકવાણા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh