Advertisement
Author: નોબત સમાચાર

પાટા ઓળંગતી વખતે ટ્રેનની ઠોકરે ચઢી ગયેલા શ્રમિકનું ઈજાથી થયું મૃત્યુ

વુલન મીલ રોડ પર ખુલ્લા ફાટક પરનો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર બાવરીવાસ નજીક ખુલ્લા ફાટક પરથી ગઈકાલે વહેલી સવારે પાટા ઓળંગતા એક યુવાન ટ્રેનની ઠોકરે ચઢી ગયા પછી મોતને શરણ થયા છે.

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં વસવાટ કરતા નિલેશભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ.૩૫) નામના યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ મજૂરીકામે જવા માટે નીકળ્યા હતા.

આ યુવાન જ્યારે દિગ્જામ વુલન મીલ રોડ પર બાવરીવાસ નજીક રેલવે ટ્રેક પાસે પહોંચ્યા પછી પાટા ઓળંગતા હતા ત્યારે અચાનક ટ્રેન આવી જતાં તેની ઠોકરે ચઢ્યા હતા. તોતિંગ એન્જીનની ટક્કર વાગતા ગંભીર ઈજા પામેલા નિલેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ રાજેશભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh