Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ભારત બંધઃ કેન્દ્રીય સેવાઓના ૨૫ કરોડ કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ

બેન્કીંગ, વીમા, પોસ્ટલ સેવા સહિત ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોનું એલાન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૮: દેશના ૧૦ જેટલા કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આવતીકાલે દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. અને ભારત બંધની જાહેરાત કરી છે. જેમાં પોસ્ટલ, બેન્કીંગ અને વીમા સહિતના વિવિધ ક્ષેત્રોના ૨૫ કરોડ જેટલા કર્મચારીઓ જોડાઈ શકે છે.

આવતીકાલે ભારત બંધ હેઠળ ૨૫ કરોડ કર્મચારીઓ હડતાળ પર જશે. આ હડતાળનું એલાન ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આપ્યું છે અને તેને ભારત બંધ નામ આપવામાં આવ્યું છે. હડતાળમાં બેંકિંગ, વીમા અને પોસ્ટલ સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોના ૨૫ કરોડથી વધુ કર્મચારીઓ ભાગ લઈ શકે છે તેવો અંદાજ છે.

આવતી કાલે મોટા ભારત બંધની તૈયારીઓ ચાલી રહી છે. આ હડતાળમાં બેંકિંગ, વીમા અને પોસ્ટલ સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોના ૨૫ કરોડથી વધુ કર્મચારીઓ ભાગ લઈ શકે છે તેવો અંદાજ છે. આ હડતાળનું એલાન ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આપ્યું છે અને તેને ભારત બંધ નામ આપવામાં આવ્યું છે. સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને દેશ વિરોધી કોર્પોરેટ-કેન્દ્રિત નીતિઓના વિરોધમાં આ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના અમરજીત કૌરે જણાવ્યું હતું કે હડતાળમાં ૨૫ કરોડથી વધુ કામદારો ભાગ લે તેવી અપેક્ષા છે. દેશભરમાં આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતો અને ગ્રામીણ કામદારો પણ ભાગ લેશે. હિંદ મઝદૂર સભાના હરભજન સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે હડતાળને કારણે બેંકિંગ, ટપાલ, કોલસા ખાણકામ, કારખાનાઓ, રાજ્ય પરિવહન સેવાઓ પ્રભાવિત થશે.

ભારત બંધનું એલાન કરી રહેલા આ સંગઠનોએ ગયા વર્ષે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને ૧૭ મુદ્દાની માંગણીઓનો ચાર્ટર સુપરત કર્યો હતો. તેમનું કહેવું છે કે સરકાર છેલ્લા ૧૦ વર્ષથી વાર્ષિક શ્રમ સંમેલનનું આયોજન કરી રહી નથી. તે કામદારો અને કર્મચારીઓના હિત વિરુદ્ધ નિર્ણયો લઈ રહૃાું છે. મજૂર સંગઠનોના મંચ દ્વારા એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે આર્થિક નીતિઓને કારણે બેરોજગારી વધી રહી છે, આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી રહૃાા છે, વેતન ઘટી રહૃાું છે અને શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત નાગરિક સુવિધાઓ પર સામાજિક ક્ષેત્રના ખર્ચમાં ઘટાડો થઈ રહૃાો છે.

આ બધા ગરીબો, ઓછી આવક ધરાવતા જૂથો તેમજ મધ્યમ વર્ગ માટે વધુ અસમાનતા અને વંચિતતા પેદા કરી રહૃાા છે. ફોરમે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સરકારી વિભાગોમાં યુવાનોને નિયમિત નિમણૂકો આપવાને બદલે નિવૃત્ત લોકોને નોકરી પર રાખવાની નીતિ દેશને આગળ લઈ જશે નહીં. કારણ એ છે કે ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે.

૨૦ થી ૨૫ વર્ષની વય જૂથના લોકોમાં બેરોજગારોની સંખ્યા સૌથી વધુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે સરકાર પાસે બેરોજગારી પર ધ્યાન આપવા, મંજૂર પોસ્ટ્સ પર ભરતી કરવા, વધુ નોકરીઓનું સર્જન કરવા, મનરેગા કામદારોના કામકાજના દિવસો અને વેતનમાં વધારો કરવાની સાથે શહેરી વિસ્તારો માટે સમાન કાયદા બનાવવાની માંગ કરી રહૃાા છીએ. પરંતુ સરકાર નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ઈએલઆઈ (રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન) યોજના લાગુ કરવામાં વ્યસ્ત છે.

એનએમડીસી લિમિટેડ અને અન્ય નોન-કોલસા ખનિજો, સ્ટીલ, રાજ્ય સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રના સાહસોના મજૂર નેતાઓએ પણ હડતાળમાં જોડાવાની સૂચના આપી છે. મજૂર નેતાઓએ જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચા અને યુનાઇટેડ ફ્રન્ટ ઓફ એગ્રીકલ્ચરલ લેબર ઓર્ગેનાઇઝેશન્સે પણ હડતાળને ટેકો આપ્યો છે અને ગ્રામીણ ભારતમાં મોટા પાયે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. મજૂર સંગઠનોએ અગાઉ ગયા વર્ષે ૨૬ નવેમ્બર, ૨૦૨૦, ૨૮-૨૯ માર્ચ, ૨૦૨૨ અને ૧૬ ફેબ્રુઆરીના રોજ સમાન દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. પરંતુ સરકારે પ્રતિસાદ નહીં આપતા આ મહા આંદોલનની તૈયારીઓ કરાઈ રહી હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh