Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રે લખાયુ સુવર્ણ પ્રકરણ
ફલોરિડા તા. ૨: નાસાનું આર્ટેમિસ૨ મિશન સફળ થયું છે. ૫૪ વર્ષ બાદ ચંદ્ર પર માનવીઓને લઈ જતું રોકેટ લોન્ચ થયું છે. ફલોરિડાથી ઉડાન ભરી છે.
અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે, ૨ એપ્રિલ ૨૦૨૬ના એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. નાસાએ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી ભારતીય સમય અનુસાર સવારે ૩:૫૪ વાગ્યે વિશાળ એસએલએસ રોકેટ દ્વારા 'આર્ટેમિસ ૨' મિશનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. આશરે ૫૪ વર્ષના લાંબા સમયગાળા બાદ આ એવું પ્રથમ માનવ મિશન છે જે માનવીને ફરી ચંદ્ર તરફ લઈ જઈ રહૃાું છે.
લોન્ચિંગ સંપૂર્ણપણે સફળ રહૃાું છે અને ચારેય અવકાશયાત્રીઓ પૃથ્વીની કક્ષામાં સુરક્ષિત રીતે પહોંચી ગયા છે, જે સમગ્ર વિશ્વ માટે ગર્વની ક્ષણ છે. આ ઐતિહાસિક મિશનમાં ચાર સભ્યોની ટીમ સામેલ છે, જેનું નેતૃત્વ મિશન કમાન્ડર રીડ વાઈસમેન કરી રહૃાા છે. આ ટીમમાં વિક્ટર ગ્લોવર ચંદ્ર પાસે જનારા પ્રથમ અશ્વેત અવકાશયાત્રી, ક્રિસ્ટીના કોચ ચંદ્ર મિશન પર જનારા પ્રથમ મહિલા અને જેરેમી હેનસેન ચંદ્રની નજીક જનારા પ્રથમ કેનેડિયન અવકાશયાત્રી તરીકે ઈતિહાસ રચશે.
આ ચારેય સાહસિકો અત્યારે ઓરિયન કેપ્સ્યુલમાં બેસીને ચંદ્ર તરફ આગળ વધી રહૃાા છે. જોકે, આર્ટેમિસ ૨ એ ચંદ્ર પર ઉતરવાનું(લેન્ડિંગ) મિશન નથી, પરંતુ ૧૦ દિવસનું એક અત્યંત મહત્ત્વનું પરીક્ષણ મિશન છે. આ મિશન દરમિયાન ઓરિયન કેપ્સ્યુલ ચંદ્રના પાછળના ભાગથી પસાર થશે અને અંતરિક્ષમાં તેની જીવન રક્ષક પ્રણાલી, નેવિગેશન અને હીટ શીલ્ડની ક્ષમતાની તપાસ કરવામાં આવશે.
આ લોન્ચિંગ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે તે ભવિષ્યમાં ચંદ્ર પર કાયમી બેઝ બનાવવા અને મંગળ ગ્રહ પર જવાના મિશનો માટે પાયો નાખશે. અપોલો ૧૭ મિશન પછી આટલા વર્ષો બાદ માનવી ચંદ્રની આટલી નજીક જઈ રહૃાો છે. આ મિશનની સફળતા બાદ નાસા 'આર્ટેમિસ ૩' મિશન દ્વારા ચંદ્રની ધરતી પર માનવીને ઉતારવાની તૈયારી કરશે.
લગભગ ૧૦ દિવસની મુસાફરી અને વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા બાદ, ઓરિયન કેપ્સ્યુલ પેરાશૂટની મદદથી પ્રશાંત મહાસાગરમાં ઉતરાણ કરશે. આ મિશન માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે નવી આશાઓ અને વિજ્ઞાનની નવી ક્ષિતિજો ખોલનારું સાબિત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial