Advertisement
Author: નોબત સમાચાર

લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીનો છૂટકારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરમાં એક મહિલાએ ત્રણ વર્ષ પહેલાં સંતાનને જન્મ આપી તેનો ત્યાગ કરી દીધો હતો જેની પોલીસે શરૂ કરેલી તપાસમાં આ મહિલા પર એક શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કૃત્ય ગુજાર્યાનું ખૂલ્યું હતું. રિસામણે રહેલા આ મહિલાની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતા આરોપીનો અદાલતમાં છૂટકારો થયો છે.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા મહિલા પોતાના પતિ સાથે વિખવાદ થતાં પાંચેક વર્ષથી પિતાને ત્યાં રિસામણે આવ્યા હતા. તે દરમિયાન પ્રકાશ જસાભાઈ પીંગુર નામના શખ્સનો સંપર્ક થયો હતો અને તેણે લગ્નની લાલચ આપી તા.૧-પ-રરથી તા.૨-૨-૨૩ દરમિયાન દુષ્કૃત્ય ગુજારતા આ મહિલા ગર્ભવતી બની ગયા હતા.

ત્યારપછી તેણીએ સંતાનને જન્મ આપી જી.જી. હોસ્પિટલમાં જ તેને ત્યજી દીધુ હતું. પોલીસે બાળકનો કબજો સંભાળી શરૂ કરેલી તપાસ પછી આ મહિલા મળી આવ્યા હતા અને તેની કેફિયત પરથી આઈપીસી ૩૭૬ (ર) (એન) હેઠળ ગુન્હો નોંધી પ્રકાશ જસાભાઈની ધરપકડ કરાઈ હતી.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ભોગ બનનાર મહિલા પુખ્ત વયના છે, સારા નરસાનો વિચાર કરી શકે તેમ છે ત્યારે તેઓને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બળજબરીથી સંબંધ બાંધ્યો હોય તે માની શકાય નહી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી પ્રકાશ જસાભાઈનો છૂટકારો ફરમાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh