Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રોકડ સહિત રૂ।.ર લાખનો મુદ્દામાલ ઝબ્બેઃ
જામનગર તા. ૨૪: ઓખામંડળના પાડલી ગામમાં રવિવારની રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા ત્રણ શખ્સ અને બે મહિલા પકડાઈ ગયા હતા. પટમાંથી રોકડ, બે બાઈક, ત્રણ મોબાઈલ મળી રૂ।.ર લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. દ્વારકા શહેરમાંથી બે શખ્સ ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા ઝડપાઈ ગયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા પાડલી ગામમાં એક મકાન નજીક જુગાર રમાતો હોવાની બાતમી પરથી રવિવારે રાત્રે મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પાડલી ગામમાં રામભા બાલુભા કારાના મકાન પાસે દરોડો પાડ્યો હતો. ત્યાં જાહેરમાં તીનપત્તી રમતા સુનીતાબેન રાયશીભા નાયાણી, નીરૂબેન કારાભા માણેક, રામભા બાલુભા કારા, રમેશભા ભારાભા હાથલ, પોલાભા ડોસાભા માણેક નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૬૧,૨૪૦ રોકડા, બે બાઈક, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ।.૨૦૬૨૪૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
દ્વારકા શહેરમાં કીર્તિસ્થંભ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા રામભા સાજણભા ભઠડ, સાજણભા મેઘાભા ભઠડ નામના બેને પોલીસે પકડી લઈ રોકડ કબજે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial