Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીપંચ દ્વારા એસઆરઆઈની ઝુંબેશ સામે
પટણા તા. ૯: મહાગઠબંધન દ્વારા અપાયેલ બિહાર બંધ હેઠળ તેજસ્વી અને રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. પ્રદર્શનકારીઓએ ૬ શહેરોમાં ટ્રેનો રોકી છે અને ૧ર નેશનલ હાઈ-વે જામ કરાયા છે.
બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશ સામે આજે મહાગઠબંધન દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, વીઆઈપી પાર્ટી અને જન અધિકાર પાર્ટી સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પટણા પહોંચ્યા અને તેજસ્વી યાદવ સાથે આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે. તેજસ્વી યાદવ અને પપ્પુ યાદવ પણ તેમની સાથે જોડાયા છે.
બપોરે પ્રાપ્ત થતા અહેવાલો મુજબ ઈન્કમ ટેક્સ ચોકથી રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને દીપાંકર ભટ્ટાચાર્ય એક ગાડીમાં સવાર થઈને પ્રદર્શન કરતા ચૂંટણી પંચના કાર્યાલય તરફ રવાના થયા છે.
પોલીસ બેરિકેડિંગની નજીક પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું, 'હું બિહાર અને દેશના લોકોને કહી રહ્યો છું, મહારાષ્ટ્રની ચૂંટણીમાં ચોરી કરવામાં આવી હતી, તેવી જ રીતે બિહારમાં પણ મત ચોરી કરોાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી પંચે બિહારને મહારાષ્ટ્ર મોડેલ સમજી લીધું છે. તેઓ ગરીબોના મત છીનવી લેવા માગે છે.' આ બિહાર છે અને બિહારના લોકો આવું નહીં થવા દે. અમારા લોકો ગયા અને ચૂંટણી પંચને મળ્યા. હું જઈ શક્યો નહીં. ચૂંટણી પંચ ભાજપ અને આરએસએસના નેતાઓની જેમ વાત કરી રહ્યું છે. તે ભૂલી ગયા કે તે ભાજપ નેતા નથી. હું કહું છું કે તમારે જ કરવું હોય તે કરો, પણ પછી કાયદો તમને ભારે પડશે. કાયદો તમને છોડશે નહીં. તમારૂ કામ ભાજપમાં કામ કરવાનું નથી. તમે તમારૂ કામ યોગ્ય રીતે કરી રહ્યા નથી.
બિહાર બંધ દરમિયાન આજે બપોર સુધીમાં ૧ર નેશનલ હાઈ-વે જામ કરવામાં આવ્યા છે. સમસ્તીપુરા, મુઝફ્ફરપુર, બેગુસરાય, કટિહાર, સુપૌલ, માધેપુરા, મોતિહાર, વૈશાલી, પટના અને ઔરંગાબાદમાં લોકો ટ્રાફિક જામમાં અટવાયા છે. દરભંગા, ભોજપુર, સુપૌલ, જહાનાબાદ, પટના, મુંગેર રેલવે સ્ટેશનો પર ટ્રેનોને રોકવામાં આવી છે.
બિહાર ચૂંટણી પહેલા થઈ રહેલા વોટર વેરિફિકેશનના વિરોધમાં વિપક્ષે બંધનું એલાન આપ્યું છે. ભોજપુરના બિહિયા સ્ટેશન પર, પૂર્વ આરજેડી ધારાસભ્ય ભાઈ દિનેશે તેમના સમર્થકો સાથે શ્રમજીવી એક્સપ્રેસ અને વિભૂતિ એક્સપ્રેસને રોકી અને સૂત્રોચ્ચાર કર્યા પછી ટ્રેનને રવાના કરવામાં આવી છે.
બેગુસરાયમાં પણ આરજેડી કાર્યકરોએ એનએચ-૩૧ ને જામ કર્યો છે. તેમણે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જહાનાબાદમાં પણ મહાગઠબંધનના નેતાઓએ મેમુ પેસેન્જર ટ્રેન રોકી અને સૂત્રોચ્ચાર કર્યા છે. થોડા સમય પછી પોલીસે બધાને ટ્રેક પરથી હટાવ્યા છે. દરભંગામાં વિરોધીઓએ નમો ભારત ટ્રેનને અટકાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial