Advertisement
Author: નોબત સમાચાર

હીરાભાઈ જોટવાની ધરપકડનો જામનગરમાં વિરોધ

ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના અગ્રણી

                                                                                                                                                                                                      

જામનગર તા.૫ઃ હીરાભાઈ જોટવાની ધરપકડના વિરોધમાં જામનગરમાં આહિર સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું છે.

મનરેગા કૌભાંડમાં ગિરસોમનાથ પંથકના આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની કરાયેલી અટકાયત મામલે ઠેર ઠેર વિરોધ થઈ રહૃાો છે. ત્યારે ગઈકાલે  જામનગર આહિર સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી હીરાભાઈ જોટવાની ખોટી રીતે ધરપકડ કરાઈ છે. આથી તટસ્થ તપાસ કરી ખરેખર જે કસૂરવાર છે. તેમની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની હીરાભાઈ જોટવા માત્ર ગિર સોમનાથ જ નહીં પરંતુ ગુજરાતના આહિર સમાજના અગ્રણી છે. હીરાભાઈ જોટવાની કે તેમના પરિવારની કોઈ જ સંડોવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ મથકે ડાયરીમાં નોંધ કરી હીરાભાઈ જોટવાને પુછપરછ માટે ભરૂચ પોલીસ લઈ ગઈ હતી. પુછપરછ કરવાના બહાના હેઠળ લઈ હીરાભાઈ જોટવાની અટકાયત કરી અને હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જે અયોગ્ય  છે.

વધુમાં જણાવ્યું કે જે પેઢી ઉપર આરોપ લગાવવામાં આવેલ છે તે પેઢીમાં હીરાભાઈ જોટવા કે તેમના પરિવારના સભ્યો માલિક કે ભાગીદાર નથી. છતા પણ પુરાવા વગર કિન્નાખોરીથી હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. હીરાભાઈ જોટવા અને તેના પરિવારને ટાર્ગેટ કરીને આહિર સમાજનું નેતૃત્વ ખતમ કરવા માટે ષડયંત્ર રચાયેલ હોય જે યોગ્ય નથી. હીરાભાઈ જોટવા અને તેમના પરિવારને ખોટી રીતે હેરાનગતિ કરવામાં ન આવે અને  તહોમતદારોને બચાવવા માટે ઉચ્ચકક્ષાએથી હીરાભાઈ જોટવા અને તેના પરિવારને ખોટી રીતે સંડોવવામાં આવેલ છે. આ ગંભીરતાને ધ્યાને લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી જામનગર આહિર સમાજના અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, જીવણભાઈ કુંભરવાડીયા, મારખીભાઈ વસરા, ડો. રણમલભાઈ વારોતરીયા, પ્રવીણભાઈ માડમ, સહિતના દ્વારા માંગ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh