Advertisement
Author: નોબત સમાચાર

ફલાય ઓવર બ્રિજ, ટનલો, પુલો ધરાવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરનો ટોલ ટેકસ ૫૦% ઘટાડતા રાહત

કેન્દ્રીય માર્ગ-પરિવહન અને હાઈવે મંત્રાલયે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા.૫ઃ કેન્દ્રીય મંત્રાલયે બ્રિજ, ટનલ સાથેના નેશનલ હાઈવેના ટોલમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

ટોલ ફી વસુલવા માટેની નવી ફોર્મ્યુલા જાહેર કરાતા લોકોને રાહત થઈ છે. વર્ષ ૨૦૦૮ના ફી નિયમોમાં મહત્વપર્ણ સુધારો થયો છે. ભવિષ્યમાં શહેરી વિસ્તારોમાં નિર્માણ થનાર હાઈવે પ્રોજેકટસથી વાહનચાલકો પર વધુ ભારણ નહીં આવે.

કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે પુલો, ફ્લાયઓવર અને ટનલ સહિતના બાંધકામ ધરાવતા નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રાલયે ૨૦૦૮ના નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારો કરાતા હવે વાહનચાલકોને મોટી રાહત મળશે. અગાઉ પુલ કે ટનલનું માળખું ધરાવતા નેશનલ હાઈવે પરનો ટોલ ટેક્સ સામાન્ય હાઈવે કરતા ૧૦ ગણો હતો જે હવે ઘટીને પાંચ ગણો થયો છે.

કેન્દ્રનો આ નિર્ણય શહેરી વિસ્તારોમાં બનેલા એવા હાઈવે અથવા બાયપાસને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેનો નિર્માણ ખર્ચ ઊંચો હોય છે અને હાઈવેના ઘણાં ખરા ભાગ પર ફ્લાયઓવર, ટનલ, પુલ અથવા એલિવેટેડ રસ્તા સહિતનું બાંધકામ હોય છે.

નેશનલ હાઈવે ઉપર જ ટોલની ગણતરી માટેની નવી ફોર્મ્યુલા જાહેર કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના સુત્રોએ જણાવ્યું કે, પ્રવર્તમાન ટોલ ગણતરીની પદ્ધતિ નેશનલ હાઈવે પર બનાવવામાં આવતા આ પ્રકારના માળખા (ફ્લાયઓવર, ટનલ, પુલ વગેરે) સાથે જોડાયેલા ઊંચા ખર્ચને સરભર કરવા માટે ઘડાઈ હતી.

કેન્દ્રીય મંત્રાલયના ૨જી જુલાઈ ૨૦૨૫ના જાહેરનામાં મુજબ, રાષ્ટ્રીય ધોરીમાર્ગના એક ભાગના વપરાશ માટે ફીનો દર, જેમાં માળખું અથવા માળખાઓનો સમાવેશ થાય છે, તેની ગણતરી રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગની લંબાઈમાં માળખું અથવા માળખાઓની લંબાઈના દસ ગણા ઉમેરીને કરાશે, જેમાં માળખું કે માળખાઓની લંબાઈને બાદ કરતાં, અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ભાગની કુલ લંબાઈના પાંચ ગણા ઉમેરીને, જે ઓછું હોય તે મુજબ ફીનો દર રહેશે. હાઈવે પરના સ્ટ્રક્ચરમાં સ્વતંત્ર પુલ, ટનલ કે ફ્લાયઓવર તથા એલિવેટેડ હાઈવેનો સમાવેશ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh