Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક સ્થળે આકાશી વીજળી પડીઃ વૃક્ષો ધરાશાયીઃ વીજપુરવઠો ગાયબ
ખંભાળિયા તા. ૬: ખંભાળિયામાં ગઈકાલે રાત્રે મીની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતાં. આકાશી વીજળી પણ પડી હતી. રાબેતા મુજબ વીજ પુરવઠો ગાયબ થઈ ગયો હતો.
ખંભાળિયામાં હવામાન ખાતાની હળવા વરસાદ સાથે પવનની આગાહી મુજબ ગઈકાલે રાત્રે અઢી વાગ્યે ભારે પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતાં. રાત્રે ભારે પવનથી વીજ વાયરો તથા મેઈન કેબલ પર ઝાડ પડતા તૂટી ગયો હતો. જેથી અંધારૂ થઈ જતા તમામ વીજ ફીડરો બંધ થઈ જતા અંધારામાં વીજળીના ચમકારા તથા કડાકાથી વીજળી વગર ગરમીમાં બફાતા જાગતા લોકો ધ્રુજી ગયા હતાં. રાત્રે અંધારાને દિવસ જેવો કરી નાખે તેવા ચમકારા સાથેના પ્રકાશ અને પછી વીજળીના કડાકાથી લોકો જાગી ગયા હતાં.
અડધો કલાક સુધી વીજ ગર્જના ચાલી
અડધી કલાક સુધી ચાલેલી વીજ ગર્જનાએ લોકોના હાજા ગગડાવી નાખ્યા હતાં. ભારે વીજળીને કારણે શહેર તથા ગ્રામ્ય પંથકમાં અનેક સ્થળે વીજળી પડતા ટ્રાન્સફોર્મરો બળી ગયા હતાં, તો અનેક સ્થળે વૃક્ષો પર પણ વીજળી પડી હતી,૧૧ કે.વી.ની મેઈનલાઈન પર વીજળી પડતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
ખંભાળિયામાં પાંચ સ્થળે વૃક્ષો પડ્યાઃ બે ટ્રાન્સફોર્મરો પર વીજળી પડી
ખંભાળિયા શહેરમાં મીની વાવાઝોડા જેવા ભારે પવનથી સ્ટેશન રોડ, જી.વી.જે. હાઈસ્કૂલ, નાયરા પંપ પાસે ત્રણેક વૃક્ષો પડી ગયા હતાં. જેમાં એક વૃક્ષ ૧૧ કે.વી.ની મેઈન લાઈન પર પડતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તથા બે સ્થળે વીજળી પડતા બે ટ્રાન્સફોર્મર બળી ગયા હતાં, તો ચાર સ્થળે વીજવાયરો પર વીજળી પડતા વાયરો પણ તૂટી પડ્યા હતાં.
ખંભાળિયા વીજતંત્રની રાત્રે જ કામગીરી શરૂ
ખંભાળિયામાં આજે વહેલી સવારે અઢી વાગ્યે શરૂ થયેલ વરસાદ તથા ગાજવીજ બંધ થયા પછી શહેર ડે. ઈજનેર પી.જી.વી.સી.એલ. રોનક પટેલ તથા એલ.આઈ. અનિલ વારિયા દ્વારા ટીમો બનાવીને રાત્રે જ વીજવાયરો સમારકામ તથા ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી શરૂ થતા રાત્રે જ વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો, જો કે સ્ટેશન રોડ પર વૃક્ષો પડ્યા હોય, ત્યાં વીજ પુરવઠો બાકી છે. તો અનેક સ્થળે વૃક્ષો પડતા ખંભાળિયા ફાયર ચીફ ઓફિસર મીત રાજસિંહ પરમારની આગેવાનીમાં ટૂકડીઓ દ્વારા વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તથા રસ્તામાં પડેલ ડાળીઓ કાપીને રસ્તો ચાલુ કરવા પણ પ્રયત્નો શરૂ કરી દીધા હતાં.
અચાનક આવેલા માવઠાના વરસાદથી અનેક ગામોમાં ખેડૂતોના મગફળીના ભૂકા તથા ઘાસ પલળી ગયું હતું, જો કે સરકારી તંત્ર દ્વારા અગાઉથી જ સૂચના અપાતા જાગૃત ખેડૂતો તથા લોકો દ્વારા અગાઉથી જ વ્યવસ્થા કરાતા રાહત થઈ હતી. વરસાદના માત્ર ઝાપટા જ હોય, કોઈ નુક્સાન થયું નથી.
પાણી પુરવઠો પૂર્વવત
ખંભાળિયા શહેરમાં રાત્રે ભારે પવન વરસાદ અને ઝાપટા વીજ કડાકાને કારણે શહેરમાં અનેક સ્થળે વાયરો તૂટવા, ટ્રાન્સફોર્મર બળવા, વૃક્ષો પડવાની વચ્ચે પણ રાત્રે સાડાત્રણ વાગ્યાથી વીજ તંત્રની કામગીરીના પગલે સવારે જ વીજ પુરવઠો પૂર્વવત થઈ જતા આજે બીજા દિવસે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાયા વગર ચાલુ રહી હતી. ગામમાંથી છેક ઘી ડેમ વોટર વર્કસ સુધી વીજ પુરવઠો અવિરત થઈ જતા આવા મીની વાવાઝોડા પછી પણ વીજપુરવઠો અને પાણી પુરવઠો ચાલુનો રેકોર્ડ સર્જાયો છે. બન્ને તંત્રની ઉત્તમ કામગીરી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial