Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં
જામનગર તા. ૭: તા. ૨૪ જુલાઈના જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો આગામી તા. ૧૦ જુલાઈ સુધીમાં રજૂ કરવાના રહેશે.
મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ' નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ ૨૪-૦૭-૨૦૨૫ના 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો તારીખ ૧૦-૦૭-૨૦૨૫ સુધીમાં કલેકટર કચેરીમાં રજૂ કરવાના રહેશે.
સુનિશ્ચિત સમય મર્યાદા પછી રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે અત્રે જણાવેલા તમામ પ્રકારના મુદ્દાની ખાસ નોંધ લેવાની રહેશે.
આ કાર્યક્રમ માટે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા. અગાઉ રજૂ કરાયેલો પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો તે પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખી બે નકલ સાથે રજૂ કરવા, પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પૂરું સરનામું, ફોન નંબર, પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી કરવા, સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરવા જણાવાયું છે. સુનિશ્ચિત તારીખ વીત્યા પછીની, અસંદિગ્ધ, અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી કે વિભાગના પ્રશ્નો હોય, સુવાચ્ય ન હોય, નામ સરનામા વગરની, વ્યક્તિગત આક્ષેપોવાળી, અરજદારનું હિત સંકળાયેલ ન હોય, કોર્ટ મેટર, આંતરીક તકરાર અને સેવાને લાગતી અરજી પર કોઈપણ કાર્યવાહી થઈ શકશે નહી. આ તમામ બાબતોની સર્વે અરજદારોએ ખાસ નોંધ લેવા માટે નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial