Advertisement
Author: નોબત સમાચાર

જાંબુડા પાસેથી રેતી ભરીને પસાર થતાં ત્રણ ટ્રકને પકડી ખાણખનીજ ખાતાને જાણ કરાઈ

ટ્રક ડ્રાઈવરો પાસે આધાર પુરાવા ન હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગર-જોડિયા માર્ગ પર જાંબુડા ગામ પાસેથી ગઈકાલે પોલીસે રેતી ભરીને જતા ત્રણ ડમ્પર પકડી પાડ્યા છે. તેના ડ્રાઈવરો પાસે રેતી અંગે કોઈ આધાર પુરાવા ન હતા તેથી પોલીસે ટ્રક સીઝ કરી ખાણખનીજ ખાતાને જાણ કરી છે.

જામનગર-જોડિયા માર્ગ પર આવેલા જાંબુડા ગામ પાસે ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં જીજે-૧૩-ડબલ્યુ ૨૫૯૫, જીજે-૧૩-ડબલ્યુ ૩૨૦૦ તથા જીજે-૧૩-એટી ૪૦૩૯ નંબરના ત્રણ ડમ્પર પસાર થયા હતા.

શકના આધારે ત્રણેય વાહનને રોકાવી પોલીસે ચેક કરતા તેમાંથી રેતી મળી આવી હતી. રેતી અંગે મંજૂરી પત્ર અથવા રોયલ્ટી પાસ બતાવવા ડ્રાઈવર પાસે પોલીસે માગણી કરતા આ શખ્સો પાસે કોઈ આધાર પુરાવો મળી આવ્યો ન હતો. ત્રણેય ટ્રક ડીટેઈન કરી પોલીસે ખાણખનીજ ખાતાને તેની જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh