Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડે. મેયર, જ્ઞાતિજનો, વિદ્યાર્થીઓ-વાલીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમઃ
જામનગર તા. ૩: જામનગરની ખવાસ જ્ઞાતિ, દાવલશા ફળી દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જ્ઞાતિના ૨૫૦ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહના આરંભે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય મૃતકોને અને પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા ખવાસ જ્ઞાતિના દેવજીભાઈ ભટ્ટી સહિતનાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ સમારોહમાં કપીલભાઈ પાંડવ તરફથી સ્કૂલ બેગ, ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને શીલ્ડ, સ્વ. કિશોરભાઈ રાઠોડના સૌજન્યથી (હસ્તેઃ સાગર રાઠોડ) પ્રમાણપત્ર તથા ન.પ્રા.શિ. સમિતિના સભ્ય નિલેશભાઈ હાડા તરફથી રાઈટીંગ પેડ આપવામાં આવ્યા હતાં.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, વોર્ડ નંબર ૧૦ના કોર્પોરેટર પાર્થ જેઠવા, મુકેશ માતંગ, આશાબેન રાઠોડ, વોર્ડ ૧૦ પ્રમુખ દિનેશ ચૌહાણ, સમાજના શ્રેષ્ઠીઓ તરીકે અજીતભાઈ ભટ્ટી પ્રમુખ, ખેત્રીફળી, મહેશભાઈ ચૌહાણ પ્રમુખ, તળાવ ફળી મનસુખભાઈ ચૌહાણ પ્રમુખ, કોટવાળ ફળી દેશળ દેવ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ચાવડા, ડોકટર અમિતભાઈ ચાવડા, જ્ઞાતિના વડીલ સુંદરભાઈ રાઠોડ, ગોવિંદભાઈ સોઢા, ધીરૂભાઈ સોઢા, ચંદ્રકાંતભાઈ પરમાર, એડવોકેટ કમલેશભાઈ સોઢા, હાર્દિકભાઈ એરડા, સુમિતભાઈ સોલંકી, સમાજસેવક મહાવીર દળના સેક્રેટરી દર્શનભાઈ ઠકકર, પાર્થભાઈ સુખપરિયા (જાણીતા એડવોકેટ), શિક્ષક દિપકભાઈ હાડા, જયકુમાર રાઠોડ, જયસુખભાઈ ચાવડા, પૂર્વ જેએમસી સેક્રેટરી અશોકભાઈ પરમાર, જામનગર ઉદયના બ્રિજેશ પરમાર, દીપક ચૌહાણ, વિજય અજા, મહિલા અગ્રણી સજનબેન રમેશભાઈ ચૌહાણ, બીનાબેન મોડ, જાનવી પરમાર, સહિત દાનભેટ સમિતિના સભ્યો, કાશી વિશ્વનાથ યુવક મંડળના સભ્યો, ખીમામામા યુવક મિત્ર મંડળ તથા મહિલા મંડળના સભ્યો, વાલીઓ તથા વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમ સાથે જાદુગર રોબર્ટનો શો યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંચાલન જયભાઈ સોની તથા મનસુખભાઈ ચૌહાણે કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના પ્રમુખ અરવિંદભાઈ ચૌહાણ, મંત્રી દિનેશભાઈ સોઢા, કાર્યક્રમના ઈન્ચાર્જ સાગર રાઠોડ, કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial