Advertisement
Author: નોબત સમાચાર

મોટરના ભાડાની રૂ।.પ.૧૦ લાખની રકમ ઓળવી જવા અંગે પિતા-પુત્ર સામે ફરિયાદ

એક આરોપીએ તાજેતરમાં જ વ્યાજખોરીની કરી છે રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના એક આસામીએ પોતાની બે મોટર ભાડેથી ચઢાવ્યા પછી તે મોટર રખાવી દેનાર પિતા-પુત્રએ વધુ મોટર ભાડે ચઢાવવાનું કહ્યા પછી રૂ।.પ લાખ ૧૦ હજારનું ભાડુ ઓળવી જઈ પોબારા ભણી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. વિશ્વાસઘાત કરનાર પિતા-પુત્ર સામે ગુન્હો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, આ ગુન્હાના એક આરોપીએ તાજેતરમાં જ ચાર શખ્સ સામે વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

જામનગરના ગોકુલનગર નજીકના સાંઢીયા પુલ પાસે ગુણાતીતનગરમાં રહેતા સંજય રણમલભાઈ નકુમ નામના આસામીએ સોમવારની રાત્રે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દિવ્યરાજસિંહ, મયુરસિંહ, સહદેવસિંહ, કરણસિંહ નામના ચાર વ્યક્તિ સામે વ્યાજખોરી કરવા અંગે ફરિયાદ નોંધાવ્યા પછી ગઈકાલે પટેલ કોલોનીની શેરી નં.૭માં રહેતા ધ્રુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સંજય રણમલભાઈ તથા તેના પિતા રણમલભાઈ કુરજીભાઈ નકુમ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ સંજય તથા તેના પિતા રણમલભાઈએ થોડા સમય પહેલા ધ્રુવરાજસિંહને તેઓની મોટર ભાડે ચઢાવવા માટે કહ્યા પછી ધ્રુવરાજસિંહે પોતાની મોટરો આપી હતી. તેનું થોડા સમય સુધી રેગ્યુલર ભાડુ ચૂકવાયું હતું. તે દરમિયાન સંજય તથા તેના પિતાએ અન્ય વ્યક્તિઓની ગાડીઓ પણ ભાડેથી ચઢાવવા કહેતા ધ્રુવરાજસિંહે પોતાના સંબંધીઓની ૧૨ મોટર ભાડામાં રખાવી હતી.

ત્યારપછી કુલ ૧૪ મોટરના ભાડામાં વહેલા મોડુ થતું રહેતું હતું અને તે પૈકી રૂ।.પ લાખ ૧૦ હજાર સંજય પાસે લેવાના થતા હતા. તે રકમ માટે ધ્રુવરાજસિંહ છેલ્લા પંદરેક દિવસથી સંજય તથા તેના પિતા રણમલભાઈને ફોન કરતા હતા પરંતુ ફોન લાગતો ન હતો તેથી તેના ઘરે તપાસ કરવા જતાં સંજય તથા તેના પિતા મળ્યા ન હતા તેથી રૂ।.પ લાખ ૧૦ હજારની રકમ ન આપી વિશ્વાસઘાત કરવા અંગે પિતા-પુત્ર સામે ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh