Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગીઃ
જામનગર તા. ૭: જામનગર જિલ્લાના ધ્રોલમાં આયોજિત યુવા સંવાદ કાર્યક્રમ અન્વયે સ્થાનિક ધારાસભ્યના નામનો ઉલ્લેખ જોવા નહીં મળતા રાજકિય વર્તુળોમાં ચર્ચા જાગી છે.
ધ્રોલની ગાર્ડી કોલેજમાં તા. ૬ ફેબ્રુઆરીના જામનગર જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિકસિત ભારત બજેટ-૨૦૨૬ અન્વયે એક યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું પરંતુ કાર્યક્રમની જાહેરાત થતા જ રાજકિય ચર્ચાનો દોર શરૂ થયો હતો.
આ કાર્યક્રમના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ભૂમિત ડોબરીયાની વિશેષ ઉપસ્થિત હોવાનું દર્શાવાયું હતું પરંતુ પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યના નામનો ક્યાંય ઉલ્લેખ જોવા મળ્યો ન હતો. જે ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિક ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદ સપાટી ઉપર જોવા મળ્યો છે. શું જાણી બુઝીને કે પછી માત્ર સંકલનના અભાવથી આવું બન્યું હતું ? તે અંગે તરહ તરહની ચર્ચા થઈ રહી છે.
મળતી માહિતી મુજબ કાર્યક્રમ પૂર્વે ટેલિફોનિક નિમંત્રણ ધારાસભ્યને પાઠવાયું હતું સાથે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા, અને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial