Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત કરી શકે છે મધ્યસ્થીઃ જામનગરના રાજાએ ભૂતકાળમાં પણ બતાવી હતી દરિયાદિલી
વિશ્વમાં આજે અનેક દેશો વચ્ચે ખેલાઈ રહેલ મહાવિનાશક યુદ્ધો આપણને ત્રીજા વિશ્વ યુદ્ધના આગમનની વણજોઈતી ચિંતા દર્શાવે છે કે વાસ્તવમાં વિશ્વ એ દિશા તરફ અગ્રેસર બની રહેલ છે તે કહેવું કદાચ સૌ માટે મુશ્કેલ બને છે. વિશ્વ-માનવ શું આ પ્રકારનું જીવન વ્યતિત કરવાનું પસંદ કરી રહેલ છે? કે પછી એક સામાન્ય ટેવ પડી ગઈ છે? આજે જ્યારે સમગ્ર વિશ્વ એક અરાજકતાભર્યા વાતાવરણ વચ્ચે જીવી રહૃાું છે ત્યારે સૌ વિશ્વ-માનવીઓ માટે આવા વિનાશક યુદ્ધો ઘણી બધી મુશ્કેલીઓનું સર્જન કરી રહેલ છે તે વાસ્તવિકતા સૌ જેમ બને તેમ ઝડપથી સમજે એ નિતાંત જરૂરી છે,કારણ કે જો આ યુદ્ધ વધું લાંબુ ચાલ્યુ તો તે માનવ જીવન પર વિનાશક અસરો પેદા કરે છે,અત્યારે ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ વિગેરે દેશો વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ઘણાં લાંબા સમય સુધી ચાલશે એવી વાતો વચ્ચે આવા યુદ્ધોની માનવીય સંવેદના અને મનોવિજ્ઞાનિક નિષ્ણાતોના અભ્યાસો મુજબ પણ યુદ્ધ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા માનવી ઓને ઘણી ગંભીર અસર પ ડવાની શકયતા જોઈ શકાય છે જેમાં એક અભ્યાસ મુજબ શામેલ છે મોટા પાયે જાનહાનિ, વ્યાપક વિસ્થાપન,અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી ગંભીર શારીરિક/માનસિક સ્વાસ્થ્ય કટોકટી,સંઘર્ષો અર્થતંત્રો,માળખાગત સુવિધાઓ અને પર્યાવરણનો પણ નાશ કરે છે જેના લાંબા ગાળાના પરિણામો આવે છે.આમાં સૌથી વધું જો અસર થાય છે તો તે છે નિર્દોષ બાળ માનસ પર જેને ખરેખર તો આવા વિનાશક યુદ્ધો સાથે કશું લેવા દેવાનું હોતું નથી. આ તકે એક જુનો ઈતિહાસ યાદ આવી ગયો. બીજા વિશ્વ યુદ્ધ(૧૯૩૯-૧૯૪૫) વખતે પોલેન્ડના ઘણા હતભાગી બા ળકો અને લોકોને કોઈ દેશે જ્યારે યુદ્ધના સમયમાં આશરો આપ્યો નહોતો ત્યારે જામનગર-(નવાનગર સ્ટેટ)ગુજરાતના રાજવી આદરણીય દિગ્વિજયસિંહજી મહારાજાએ પોતાના રાજ્યમાં આશરો આપી તેઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરી આપી હતી અને ઘણાં વર્ષ સુધી આશ્રય આપ્યો હતો. તત્કાલિન મહારાજાએ એક અનોખું માનવીય સંવેદનાથી ભરપુર કાર્ય કર્યું હતું એમ કહી શકાય. પ્રણામ અને વંદન આવા મહાન રાજવીઓને.
યુદ્ધની માનવ જીવન
પર મુખ્ય અસરો
જાનહાનિ અને મૃત્યુદરઃ-યુદ્ધોમાં મોટા પાયે જાનહાનિ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ બે કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બીજા વિશ્વ-યુદ્ધમાં લગભગ ૬ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા એવું ઈતિહાસના પાના પર નોંધાયું છે.
સ્વાસ્થ્ય અને માનસિક આઘાત
યુદ્ધને આમ તો મનુષ્ય કોઈ બે દેશો વચ્ચે ચાલી રહેલ લડાઈ તરીકે જોતા આવ્યા છે પણ તેના કારણે થતા રાજકીય કે આર્થિક નુકસાનની સાથે માનવ સમાજ અને વ્યક્તિગત રીતે કેવી ગંભીર અસરો પડે છે તેનું ચિંતન કરવું રહૃાું.આ તકે પાંચ-છ વર્ષ પહેલાં આવેલ કોરોના ની મહામારીનો દાખલો સૌની સામે છે-કેવી પ રિસ્થિતિઓ સર્જાઈ હતી ત્યારે વિશ્વ-માનવની જિંદગી પર. આજે વિશ્વ કદાચ કોરોના જેવી અસરને અલગ રીતે જોઈ રહેલ છે અને યુદ્ધની ગંભીરતા એટલી છે એક ઘણાં દેશમાં અર્ધ લોકડાઉન જેવી દારૂણ સ્થિતિ સર્જાયેલ છે તે ભયજનક સ્થિતિ દર્શાવે છે.
બાળકો પર અસર
એક અભ્યાસ મુજ્બ આશરે ૨૫૦ મિલિયન બાળકો સશસ્ત્ર સંઘર્ષવાળા વિસ્તારોમાં રહે છે જે ગંભીર માનસિક/શારીરિક નુકસાન અને વિકાસમાં વિક્ષેપનો સામનો કરી રહૃાા છે. વિસ્થાપનઃ લાખો લોકો વિસ્થાપિત થાય છે, જેના કારણે શરણાર્થી સંકટ સર્જાય છે અને લાંબાગાળાના સામાજિક વિક્ષેપનું કારણ બને છે.આર્થિક અને સામાજિક વિનાશઃયુદ્ધ શહેરો,માળખાગત સુવિધાઓ અને આજીવિકાનો નાશ કરે છે અને લાંબા ગાળાનો આર્થિક વિનાશ સર્જાય છે.
મનોવૈજ્ઞાનિક અસરો
વિશ્વ સમાજને આજે સૌથી મોટી ચિંતા આવા અનેક યુદ્ધોની અને યુદ્ધ બાદની માણસ પર મનોવૈજ્ઞાનિક અસરોની છે. એક અલગ જ માનવ વિશ્વનું જાણે કે આપણે પોતે જ સર્જન કરી રહૃાા છીએ અને છતાં આપણે સૌ સામુહિક રીતે બે- ખબર બનીને જીવનપથ પર આગળ કેમ વધવું, આધુનિકતાના સથવારે, નવી- નવી ટેકનોલોજી અને યુદ્ધ શસ્ત્રોના સહારે કોઈ એક દેશ કે દેશો કે પછી સમગ્ર વિશ્વને કાબુમાં રાખવાની માનસિકતા રોકી શકતા નથી. કોઈ એક વ્યક્તિ વિશેષ કે કોઈ એક દેશને અન્ય દેશ કે વ્યક્તિની સામે યુદ્ધની કરવાની તાલાવેલી કે બીજા શબ્દોમાં કહીએ તો એવો વિચાર આવવો એના માટેના અનેક કારણો હોઈ શકે છે. તેની માનસિકતા મહત્ત્વનો ભાગ ભજવે છે એવું હોઈ શકે, અભિમાન, અહંકાર, અહંમ, અન્યને નબળો બનાવવાની વિકૃતતા અને સૌથી વિશેષ વિશ્વમાં પોતાની સર્વોપરિતા સ્થાપવાની મહત્ત્વકાંક્ષા જોવા મળશે. આજે યુદ્ધ નહીં બુદ્ધની જરૂર છે એમ આપણે સરળતાથી કહી શકીએ છીએ પણ એને સહજ ભાવે સ્વિકારી શકીએ છીએ? જેમ બને તેમ વહેલી તકે યુદ્ધ સમાપ્ત કરવા કોઈ ચોક્કસ અને સાર્થક પગલાઓ લેવામાં આવે છે ખરા? દરેક દેશ પોતાના હિતની રક્ષા કરવા તત્પર હોય છે પણ વિશ્વ-શાંતિ માટે શું? તેઓ આ દુનિયામાં નથી રહેતા? તેઓને અન્ય દેશની અનેક કારણોસર જરૂરીયાત નથી પડતી? શા માટે સૌ હથિયારોના વિકાસ અને તેના વેંચાણ તરફ દોડે છે? આજે ચાર-ચાર વર્ષથી ચાલી રહેલ યુક્રેન-રશિયા યુદ્ધનો અંત કયારનો આવી ગયો હોત જો વિશ્વના અનેક દેશોએ શાંતિ સ્થાપવા માટે નકકર રૂઢતા બતાવી હોત તો.વિશ્વ-માનવે હવે ખરેખર વ્યાપક નુકસાન અને જાન-માલની વિક્ટ પરિસ્થિતિ જોતા કોઈએ તો પહેલ કરવી રહી.
દુનિયાની નજર હવે ભારત પર
ભારત જેવો શક્તિશાળી દેશ વિશ્વ શાંતિ માટે અગ્રેસર બનશે? ભારતની અને વિશ્વની નિયતિમાં શું છે? એ જાણ્વાનો હવે સમય આવી ગયો છે, નહિંતર આમ ને આમ હજારો લોકો મૃત્યુના મુખમાં હોમાશે અને અબજો રૂપિયાનું નુકસાન થશે અને એક દારૂણ મનોવૈજ્ઞાનિક અસર તળે લાખો લોકો આવી જશે એ હકીકત અને વાસ્તવિકતા સ્વિકારવી રહી. વિશ્વ વિકાસની દિશામાં કદાચ બે-ત્રણ વર્ષ પ ાછળ ધકેલાઈ જ્શે એવું અનુમાન કરી શકાય? હજુ યુદ્ધ લાંબુ ચાલશે એમ યુદ્ધની સ્થિતિ જોતા સામેલ દેશો દુનિયાને ચેતવણીના સ્વરૂપમાં કદાચ જણાવી રહૃાા છે ત્યારે ખરેખર યુદ્ધની પરિસ્થિતિ વધું ગંભીર સ્વરૂપ ધારણ કરશે એ બાબત િં ચતાજનક છે ત્યારે અત્યારે એવા સમાચાર જાણવા મળ્યા કે યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલના મેમ્બર દેશોએ આ યુદ્ધ જેમ બને તેમ વહેલી તકે સમાપ્ત થાય તેવો ઠરાવ કર્યો છે.આશા રાખીએ કે હવે આ મહા વિનાશક યુદ્ધ આગામી દિવસોમાં પૂર્ણ થાય અને સૌ વિશ્વ માનવીઓને શાંતિ પ્રાપ્ત થાય.
આવો, સૌ વિચાર વિમર્શની સાથે જ યુદ્ધને રોકવા આત્મચિંતન કરીએ. વિશ્વશાંતિની આશા અને અભિલાષા.
(સાભાર વિવિધ વેબ સાઈટ)
:: આલેખન ::
કિરીટ બી. ત્રિવેદી- ગાંધીનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial