Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જય૫ુરના આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલનમાં
જામનગર તા. ૧૨: ભવ્યા ફાઉન્ડેશન દ્વારા જયપુરની સુરેશ જ્ઞાન યુનિવર્સિટીમાં આયોજીત આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલનમાં દેશ-વિદેશના ૨૦૦ જેટલા વિશિષ્ટ મહાનુભાવોને ભારતશ્રી સન્માન થી સન્માનીત કરવામાં આવ્યા હતાં. જેમાં હિન્દી સાહિત્યની ઉત્કૃષ્ટ સેવા બદલ જામનગરના પ્રસિદ્ધ સાહિત્યકાર ડો. હંસા સિદ્ધપુરાને પણ ભારતશ્રી સન્માન થી સન્માનીત કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ડો. હંસા સિદ્ધપુરાને મગધ સાહિત્ય સંસ્થાન (નાલંદા) બિહારથી ફણીશ્વર નાથ રેણુ રચનાધર્મી સન્માન પ્રાપ્ત થયું હતું. અત્યાર સુધીમાં ડો. હંસાબેનને હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ ફાઉન્ડેશન દ્વારા ૨૦ જેટલા સન્માન પ્રાપ્ત થઈ ચૂકયાં છે. ડો. હંસા સિદ્ધપુરાના ૯૨ વર્ષીય માતા કાંતાબેન સિદ્ધપુરાને પણ આ જ વૈશ્વિક મૈત્રી સંમેલન જયપુરમાં ભારતશ્રી સન્માન પ્રાપ્ત થયું છે. માતા-પુત્રીને એક સાથે એક જ સ્ટેજ પર એક સરખુ સન્માન મળે તેવું ભાગ્યે જ બનતું હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial