Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫તંગ-દોરાની ખરીદીની પડાપડીઃ બોર, શેરડી, જિંજરા, ખજુર, ચિક્કી, ભૂંગળાઓની બજારોમાં ભીડ... કાલે ડી.જે. સ્પીકરની તાલે ગીત-સંગીત સાથે થશે ઉજવણી
છોટીકાશી એવા જામનગર શહેરમાં પ્રત્યેક ઉત્સવોની પણ ભારે ધામધૂમથી ઉજવણી થાય છે, ત્યારે આવતીકાલે જામનગરમાં ઉત્તરાયણ પર્વે દાન-પૂણ્ય સાથે છેલ્લા વર્ષોમાં પતંંગ ચગાવવાનો ક્રેઝ પણ ખાસ્સો વિસ્તરી રહ્યો છે, આવતીકાલે મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ પતંગ-દોરા ના વેચાણ કેન્દ્ર ઊભા થઈ ગયા છે શહેરમાં બેડી ગેઈટ વિસ્તારમાં આવેલા મોદી સિઝન સ્ટોર ચલાવતા ખુઝૈયમા મોદી એ પતંગ વેચાણ શરૂ કરાયું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં હંગામી સ્ટોલ ઊભા કરીને પણ મોટાપાયે પતંગ દોરા નું વેચાણ થઈ રહૃાું છે જ્યાં લોકો પણ ઉત્સાહભેર ખરીદી કરતા જોવા મળી રહૃાા છે. જેમાં બાળકોની વિશેષ હાજરી રહી છે.
જામનગર સહિત સાનુકૂળ પવન હોવાથી લોકોને પતંગ ઉડાવવામાં સરળતા રહેશે, અને આકાશ આવતીકાલે પતંગોની રંગોળી થી સજ્જ થયેલું જોવા મળશે, તેવો થનગનાટ પતંગ પ્રેમીઓમાં જોવા મળી રહૃાો છે.
જુના જામનગરના મુખ્ય વિસ્તારો સાથે પોશ વિસ્તારોના પણ એપાર્ટમેન્ટની અગાસી અને ધાબાઓ પર સવારથી જ લોકો ડીજેના તાલે ગીત સંગીત સાથે ખાણી પીણીની જયાફત ઉડાવશે.જે સાથે પતંગ શોખીનોનો કાપ્યો છે... નાદ પણ ગુંજી ઉઠશે.
જામનગર શહેરમાં શનિવારથી બુધવાર સુધી પવનની દિશા ઉતર-ઈશાન અને ગતિ સરેરાશ ૧૫ થી ૨૫ કિ.મી. રહેવાની શક્યતા હવામાન નિષ્ણાંતો દ્વાર દર્શાવાઈ હતી.જેમાં ૧૪મી જાન્યુઆરીના પવનની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૧૦ થી ૧૫ કિ.મી. સુધી રહેવાની સંભાવના પણ વ્યકત કરાઈ છે. ત્યારે સંભવત આગાહી અનુસાર પવનનુ નોંધપાત્ર જોર રહેશે તો પતંગ શોખીનો પણ ગેલમાં રહેશે.
શિયાળાની ઋતુ અને દાનપુનના પર્વની સાથે સાથે જીંજરા, બોર, ચિકકી ખજુર વગેરેની ખરીદી માટે પણ કેટલાક વેચાણ કેન્દ્ર બે દિવસથી શરૂ થઈ ગયા છે, જ્યાં પણ લોકો ની ખરીદી પુરજોશમાં શરૂ થઈ છે.
હાલાર સહિત સમગ્ર રાજ્યમાં મકર સંક્રાંતિ પર્વની પ્રતિવર્ષ ધર્મમય ઉજવણીની પરંપરા પણ જળવાયેલી રહે છે, અને મંદિરોને દ્વારે કેટલાક નગરજનો દાન પુન પણ કરતા જોવા મળશે, સાથો સાથ ગૌ માતાને ઘાસચારો અને પાંજરાપોળમાં ગૌદાનની પ્રક્રિયાઓ પણ હાથ ધરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial