Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકામાં
જામનગર તા. ર૧: જામનગર મહાનરપાલિકા દ્વારા મિલકત વેરો ભરપાઈ નહિં કરનારની મિલકતો જપ્ત કરી તેની હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરતા જ ૧૪ માંથી ૧૩ મિલકતધારક દ્વારા વેરો ભરપાઈ કરી આપવામાં આવતા હાલ હરાજીની પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાની મિલકતવેરા શાખા દ્વારા કુલ ૧૪ મિલકતોની તા. ર૩-૩-ર૦ર૬ ના જાહેર હરાજી કરવા માટે જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
પરંતુ તા. ૧ર-૩-ર૦ર૬ ના આ ૧૪ બાકીદારો પૈકી ૧૩ બાકીદારો દ્વારા બાકી વેરાની રકમ ભરપાઈ કરી આપેલ હોય, બાકી રહેતી ૧ મિલકતની હરાજી હવે પછી બીજી મિલકતોની જાહેર હરાજી કરવામાં આવશે ત્યારે કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આથી તા. ર૩-૩-ર૦ર૬ ના રાખવામાં આવેલ જાહેર હરાજી રદ્ કરવામાં આવે છે, તેમ જામનગર મહાનગર પાલિકાના આસી. કમિશનર (ટેક્ષ) ની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial