Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક મીડિયામાં લોહીલુહાણ મૃતદેહો અને સળગતા ઘરોના દૃશ્યો દેખાયા
સોકોટો તા. ૬: નાઈજીરિયામાં આઈએસના આંકીઓએ બે ગામો પર હુમલો કરીને ૧૬ર લોકોના મોત નિપજ્યા છે. આ હુમલો છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલા સૌથી લોહિયાળ હુમલાઓ પૈકીનો એક ગણાય છે, સ્થાનિક મીડિયામાં કાળજુ કંપાવતા દૃશ્યો જોવા મળ્યા છે.
પશ્ચિમ નાઈજીરિયામાં ઈસ્લામિક આતંકવાદીઓએ બે ગામો પર કરેલા ભયાનક હુમલામાં ઓછામાં ઓછા ૧૬ર લોકોના મોત થયા છે. આ હુમલો છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલા સૌથી લોહિયાળ હુમલાઓ પૈકીનો એક હોવાનું એક સાંસદે જણાવ્યું હતું. સ્થાનિક સાંસદ મોહમ્મદ ઓમર બાયોના જણાવ્યા અનુસાર ક્વારા રાજાયના 'વોરો' અને 'નુકુ' ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતાં. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ હુમલો ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સશસ્ત્ર જુથ 'લાકુરાવા' દ્વારા કરવામાં આવ્યો છે.
જો કે, હજુ સુધી કોઈ સંગઠને સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. હુમલા પછી બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા રેડ ક્રોસના અધિકારીઓએ જણાવ્યું કે આ ગામો રાજ્યની રાજધાનીથી આશરે ૮ કલાક દૂર અને બેનિન દેશની સરહદ પાસેના અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આવેલા હોવાથી ત્યાં પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક ટેલિવિઝન પરના દૃશ્યોમાં લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહો અને સળગતા ઘરો જોવા મળ્યા હતાં. કેટલાક મૃતકોના હાથ પણ બાંધેલા હતાં.
રાજ્યના ગવર્નર અબ્દુલરહેમાન અબ્દુલરજાકે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા કહ્યું કે, સેના દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનને કારણે આતંકીઓ હતાશામાં આવા હુમલા કરી રહ્યા છે. અગાઉ મંગળવારે અન્ય એક ઘટનામાં ઉત્તર-પશ્ચિમ રાજ્ય કેટસિનામાં અજ્ઞાત બંદુકધારીઓએ ૧૩ લોકોની હત્યા કરી હતી. ગયા અઠવાડિયે પણ આતંકી જુથ બોકો હરામ દ્વારા ૩પ લોકોના મોત નિપજાવવામાં આવ્યા હતાં.
અમેરિકાએ નાઈજીરિયાના આ સુરક્ષા સંકટને પહોંચી વળવા માટે સૈન્ય અધિકારીઓની એક નાની ટીમ મોકલી છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નાઈજીરિયાને ત્યાંના ખ્રિસ્તી નાગરિકોની રક્ષા કરવામાં નિષ્ફળ રહેવા બદલ કડક ચેતવણી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial