Advertisement
Author: નોબત સમાચાર

આજથી ફાસ્ટેગ ફરજીયાતઃ યુપીઆઈ દ્વારા સવાયું પેમેન્ટ કરવું પડશેઃ રોકડ પેમેન્ટ બનશે ભૂતકાળ

નેશનલ હાઈવે પર ટોલટેકસ ચુકવણી માટે

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦: આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ થઈ છે, તેથી હવે ટેગ નહીં હોય તો ઓનલાઈન રપ% વધુ ટોલ ચૂકવવો પડશે.

ભારતમાં નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. હવે હાઈવે ટોલ પ્લાઝા પર રોકડા (કેશ) વ્યવહારો ભૂતકાળ બની જશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ ૧૦ એપ્રિલથી દેશભરના નેશનલ હાઈવે પર ટોલટેક્સ ચૂકવવા માટે રોકડનો ઉપયોગ કરી શકાશે નહીં.

સરકારનો આ નિર્ણય ડિજિટલી પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને ટોલ નાકાઓ પર થતી વાહનોની ભીડ તથા લાંબી કતારોને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. આ નવા નિયમ સાથે હવે સંપૂર્ણ ઈલેક્ટ્રોનિક્ ટોલ કલેકશન સિસ્ટમ અમલમાં આવશે. જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે.

નવા નિયમો મુજબ જે વાહનો પાસે માન્ય ફાસ્ટટેગ નથી, તેઓ હજુ પણ યુપીઆઈ દ્વારા પેમેનટ કરી શકશે, પરંતુ તેમને આ સુવિધા મોંઘી પડશે. જો તમે ફાસ્ટટેગ વગર યુપીઆઈથી પેમેનટ કરશો, તો તમારે નિર્ધારીત ટોલ ફી કરતા ૧.રપ ગણો ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે સામાન્ય ટેક્સ પર વધારાનો રપ% ચાર્જ વસૂલવામાં આવશે. સરકારનો ઉદૃેશ્ય લોકોને છેલ્લી ઘડીના પેમેન્ટને બદલે ફાસ્ટટેગનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

લાંબા અંતરની મુસાફરી દરમિયાન આ વધારાનો ચાર્જ ખિસ્સા પર મોટો બોજ બની શકે છે. તેથી મુસાફરો માટે હવે ફાસ્ટટેગ રાખવું અનિવાર્ય બની ગયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ફેરફારથી ટોલ પ્લાઝા પર કાર્યક્ષમતા વધશે. વાહનોને ટોલ ભરવા માટે ઊભા રહેવું નહીં પડે, જેનાથી ઈંધણની બચત થશે અને પ્રદુષણમાં પણ ઘટાડો થશે. મોટાભાગના મુસાફરો પહેલેથી જ ફાસ્ટટેગનો ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ જેઓ હજુ પણ રોકડ વ્યવહાર પર નિર્ભર હતા અથવા જેમના ફાસ્ટટેગ નિષ્ક્રિય છે. તેમણે હવે ઝડપથી આ ફેરફાર અપનાવવો પડશે. આજે ૧૦-એપ્રિલ-ર૦ર૬થી અમલી બનતો આ નિયમ હાઈવે પરના ટ્રાફિક મેનેજમેન્ટમાં એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh