Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ માળીયા આવાસ પાસે યુવાન પર ચાર શખ્સ દ્વારા તલવાર-પાઈપથી કરાયો હલ્લો

એક હુમલાખોરના પિતાને માર પડ્યા પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના વામ્બે આવાસ પાસે ત્રણ માળીયા આવાસમાં રહેતા એક યુવાન પર ગઈરાત્રે ચાર શખસે તલવાર-પાઈપથી હુમલો કરી માથામાં ઈજા ઉપરાંત હાથ-પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા હતા. આ યુવાનના મિત્રએ અગાઉ એક હુમલાખોરના પિતાને માર માર્યાે હતો. તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો.

જામનગરના વામ્બે આવાસ રોડ પર આઠ માળીયા આવાસના બ્લોક નં.૧૩માં રહેતા મૂળ લાલપુર તાલુકાના સેતાલુસ ગામના કાદરમિંયા દાઉદમિંયા મુલ્લા નામના રિક્ષા ડ્રાઈવર પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં ધસી આવેલા કામિલ મકરાણી, તન્વીર મકરાણી, કામિલના ભાઈ તથા કાલાણી મકરાણી નામન ચાર શખ્સે તલવાર, પાઈપથી હુમલો કર્યાે હતો.

થોડા દિવસ પહેલાં કાદરમિંયાના મિત્ર સાગર માણેક અને તેના મિત્રોએ કામિલ મકરાણીના પિતા સાથે દસેક દિવસ પહેલા બોલાચાલી કર્યા પછી તેઓને માર માર્યાે હતો. આ બાબતનો ખાર રાખી સાગર માણેકના મિત્ર કાદરમિંયા પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો કરાયો હતો.

હુમલામાં કામિલ મકરાણીએ તલવાર વીંઝતા કાદરમિંયાને માથામાં ઈજા થઈ છે. બાકીના શખ્સોએ પાઈપના ફટકા મારતા હાથ તથા પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે. જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સ નાસી ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા કાદરમિંયાએ આજે સવારે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh