Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨,૪૩,૬૦૦ની મગફળીની ચોરીની પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૭: લાલપુરના દલતુંગીમાં એક ખેડૂતે પોતાના ખેતર સ્થિત ઓરડાઓમાં રાખેલા ૧૭૪ મણ મગફળીના જથ્થાની નવેક દિવસમાં ચોરી થઈ ગઈ છે. જે ઓરડાઓમાં તાળા મારવામાં આવ્યા હતા. તે તાળા કોઈપણ રીતે ખોલી નાખી રૂ।.૨,૪૩,૬૦૦ની મગફળી ચોરાઈ ગઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ઘેલાભાઈ કરશનભાઈ વકાતર નામના ખેડુતના ખેતરમાં ગઈ તા.૨૭ની સવારથી બુધવારની સવાર સુધીમાં મગફળી ભરેલા ૮૭ બોરાની ચોરી થઈ ગઈ છે. તેઓએ રૂ।.૨,૪૩,૬૦૦ની મગફળી ચોરી જવા અંગે અજાણ્યા શખ્સો સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેમના ખેતર સ્થિત મકાનમાં ઓરડાઓમાં ઘેલાભાઈએ પોતાના ખેતરમાંથી લણીને રાખેલી ૧૭૪ મણ મગફળી ૮૭ બોરા (કોથળા)માં ભરીને મૂકાવી હતી અને તમામ ઓરડાની બહાર તાળુ મારેલું હતું. તે પછી ગઈ તા.ર૭થી ગઈ તા.૪ સુધીમાં તે મકાનમાં ઘૂસેલા શખ્સોએ તમામ તાળા કોઈપણ રીતે ખોલી નાખી ૧૭૪ મણ મગફળીની ઉઠાંતરી કરી છે. એક મણના રૂ।.૧૪૦૦ લેખે ગણી ઘેલાભાઈએ રૂ।.ર,૪૩, ૬૦૦ની મગફળી ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial