Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની જાહેરાત પછી પક્ષમાં કેટલાક શિસ્તબદ્ધ અને પક્ષને સમર્પિત આગેવાનો/કાર્યકરોએ મહત્ત્વના પદ પરની બે-ત્રણ નિયુક્તિ અંગે પક્ષના મોવડીમંડળ સમક્ષ જે-તે પદાધિકારીની ભૂતકાળની ખરડાયેલી છબિનો અહેવાલ રજૂ કર્યો હોવાનું જાણવા મળે છે.
પક્ષની અંદર ચાલી રહેલી ચર્ચા અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે આ રજૂઆતકર્તાઓ કોઈ પદ માટે દાવેદાર નથી. એટલું જ નહીં, અસંતોષ નહીં પણ ભાજપ જેવા પક્ષના સંગઠનમાં સ્વચ્છ અને કાર્યક્ષમ વ્યક્તિની નિમણૂક થાય તેવો હેતુ અને આગ્રહ તેમણે વ્યક્ત કર્યો છે.
પક્ષના મોવડીમંડળમાં પણ જામનગરના જે અમુક આગેવાનો-કાર્યકરોની પ્રતિષ્ઠા અપેક્ષા વગર સતત કાર્ય કરનારા તરીકેની છે, જેથી તેમની આ રજૂઆત અને આગ્રહની પ્રદેશ કક્ષાએ ગંભીરતાપૂર્વક નોંધ લેવાઈ છે. આ ઉપરાંત હજી પણ મોવડીમંડળ સમક્ષ અન્ય કાર્યકર્તાઓ દ્વારા પણ અખબારી અહેવાલો તેમજ અન્ય વિગતો સાથે રજૂઆત કરવાની હીલચાલ કરી રહ્યા છે.
આ સંજોગોમાં પક્ષના મોવડીમંડળ દ્વારા જામનગર શહેર સંગઠનના બે-ચાર મહત્ત્વના પદ પર નિયુક્તિમાં ફેરફાર કરવામાં આવે અને પક્ષના સમર્પિત આગેવાનો, મૂક સન્નિષ્ઠ કાર્યકરોની લાગણીને ન્યાય આપે તેવી શક્યતા બળવતર બની રહી છે.
કોર્ટ કેસ કે કોઈ સંસ્થામાં નાણાકીય ઉચાપત કે ગોટાળા કરનારાઓની વિગતોની જાણ મોવડીમંડળ સમક્ષ વિસ્તૃતરૂપે થઈ રહી હોવાથી આગામી દિવસોમાં શહેર સંગઠનના મહત્ત્વના એકાદ-બે પદ પર હિંમતપૂર્વક ફેરફાર થાય તો નવાઈ નહીં. બાકી ભાજપની સ્ટાઈલ મુજબ ન ધારેલા નિર્ણયો અને ન ધારેલા ફેરફારો શક્ય છે જ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial