Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા
જામનગર તા. ૬: રાજ્યમાં ધો.૮ માટે યોજાતી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા અને સિઇટી પરીક્ષા સંબંધિત નીતિની સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા, ગઇકાલે સરકાર સમક્ષ એક રજૂઆત કરવામાં આવી હતી.
ધો.૮ની જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માં જો વિધાર્થીઓ સરકારી કે ગ્રાંટેડ શાળામાં પ્રવેશ મેળવે છે, તો ઓછી સ્કોલરશિપ મળે છે, જ્યારે ખાનગી શાળામાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને લગભગ ચાર ગણી સ્કોલરશિપ ફાળવવામાં આવે છે. આથી, વિધાર્થીઓ સરકારી શાળાના બદલે ખાનગી શાળાઓ તરફ વધુ જતા હોય છે.
રાજ્ય સરકાર દ્વારા પી પી પી મોડેલ હેઠળ ઘણી સંખ્યામાં નવી ખાનગી શાળાઓ (જ્ઞાનશકિત રેસિડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ, રક્ષાશકિત શાળા વગેરે) ખોલીને ખાનગીકરણને પ્રોત્સાહન મળતું જાય છે. જ્યારે સરકારી અને ગ્રાંટેડ શાળાઓ નો આ યોજનાઓમાં સમાવેશ કરાતો નથી.
સરકાર દ્વારા ઉપરોક્ત બન્ને પરીક્ષાઓને વિશેષ મહત્ત્વ આપી સરકારી શાળાના વધુમાં વધુ બાળકોને જોડવા તેમજ તેને ગુણોત્સવ સાથે જોડી અને અવારનવાર વધુ બાળકો આમાં જોડાય તે માટે પ્રોત્સાહન આપી રહી છે.
જ્ઞાનસાધના અને સીઈટી ના પરિણામોનાં આધારે ખાનગી રેસિડેન્સીયલ શાળાઓ વાલીઓનો સીધો સંપર્ક કરીને વિદ્યાર્થીઓને પોતાની પ્રાઇવેટ હોસ્ટેલ વાળી રેસિડેન્સીયલ શાળામાં પ્રવેશ લઈને રહેવા માટે ભ્રમિત કરે છે, જેના પરિણામે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટે અને મૃતપ્રાયઃ થવાની સ્થિતિ સર્જાય અને પરિણામે સરકારી શાળાઓમાં મહેકમમાં ઘટાડો જોવા મળે છે.
સીઈટી અને જ્ઞાનસાધના સ્કોલરશિપ યોજના હેઠળ સરકાર ખાનગીકરણને પ્રોત્સાહન આપશે તો સરકારી શાળાઓનું ભવિષ્ય જોખમમાં મૂકાશે. આ પરિસ્થિતિ પર ગંભીરતાપૂર્વક વિચાર કરી, તમામ પાસાઓની પુનઃ સમીક્ષા કરવા અને સરકારી શાળાઓનાં હિતમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપતી નીતિને બંધ કરવા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મંત્રી મનોજભાઈ પટેલે રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial